તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘અબ્દુલ કલામ એક વૈજ્ઞાનિક ઋષિ’ કાર્યક્રમ યોજોયો

‘અબ્દુલ કલામ એક વૈજ્ઞાનિક ઋષિ’ કાર્યક્રમ યોજોયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરિકૃષ્ણ કોમ્યુનિટી સેન્ટર કતારગામ ખાતે “અબ્દુલ કલામ એક વૈજ્ઞાનિક ઋષિ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડો.કલામના જીવનથી જોડાયેલી વાતો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડો. સંજય પટેલે ડો. કલામના વિવિધ પાસાઓ અને સદગુણોને ઉજાગર કરી જણાવ્યું હતું કે, “મિસાઈલ ક્ષેત્રે એમની સિદ્ધીઓ, પરમાણુ પરીક્ષણે દુનિયામાં ભારતનું સન્માન વધાર્યું છે. એમના પ્રયત્નોના લીધે ભારતને દુનિયામાં વિશિષ્ટ સ્થાન મળ્યું છે. એમની સાદગી, કર્તવ્યનિષ્ઠા, નિ:સ્વાર્થ ભાવના, દયા, કરૂણા અને સદભાવના માટે દેશ હંમેશા તેમને યાદ રાખશે. બાળપણમાં ઉડવાના સપનાને એમણે એરોનોટિકલ એન્જિનિયર થઈને પૂરું કર્યું હતું. તેઓ જીવનભર નેશન ફર્સ્ટની થિયરી પર ચાલ્યા અને દેશ માટે શું કરી શકાય? એ જ વિચારેલું. એમનું જીવન રાષ્ટ્રને સમર્પિત રહ્યું. તેઓ એક વૈજ્ઞાનિક જ નહીં એક ઋષિ હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામનું સંપૂર્ણ જીવન પ્રેરણારૂપ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...