• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સલાબતપુરા પોલીસના 2 પો. કો. ડોસવાડાથી રાજાપાઠમાં પકડાયા

સલાબતપુરા પોલીસના 2 પો. કો. ડોસવાડાથી રાજાપાઠમાં પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાસલાબતપુરા પોલીસ મથકે ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ શુક્રવારે સાંજના સમયે સોનગઢનાં ડોસવાડા ગામ પાસે હાઇવે પર પીધેલી હાલતમાં બૂમાબૂમ કરતા પોલીસની અડફેટે ચઢી ગયા હતા.

સોનગઢ તાલુકાના ડોસવાડા ગામ પાસેના જાહેર રસ્તા પર બે ઈસમો પીધેલી સ્થિતિમાં બૂમાબૂમ કરતા હોવાની ફરિયાદ સોનગઢ પોલીસને મળી હતી. જેથી પોલીસે બે આરોપીઓને નશાની હાલતમાં પકડી પાડ્યા હતા. પુછપરછમાં બંને સુરતનાં સલાબતપુરા પોલીસમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું હતું. મહેશ ગામીત (રહે.લીમડદા તા.વ્યારા), દિવ્યેશ ગામીત (રહે.અગાસવાણ હાલ બંને નોકરી સલાબતપુરા પોલીસ મથક સુરત)ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...