• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જીઆઈડીસીમાં 33 ટકા જગ્યા ગ્રીન બેલ્ટ તરીકે વિકસાવવાનો નિયમ છતાં 5 ટકા જગ્યા ખૂલ્લી રખાઇ છે

જીઆઈડીસીમાં 33 ટકા જગ્યા ગ્રીન બેલ્ટ તરીકે વિકસાવવાનો નિયમ છતાં 5 ટકા જગ્યા ખૂલ્લી રખાઇ છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | સુરત

પર્યાવરણવિભાગ દ્વારા વર્ષ 2005-206માં તમામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જગ્યાના 33 ટકા ભાગમાં ગ્રીન બેલ્ટ વિકસાવવા કહ્યુ છે. પરંતુ શહેરમાં ચાર મોટી જીઆઈડીસીમાં ગણીને પણ 33 ટકા વિસ્તારમાં ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવ્યો નથી. જે દેખીતી રીતે સરેઆમ ઉલ્લંઘન કરાઇ રહ્યો હોવાનું સ્પષ્ટ છે.

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(જીઆઈડીસી) ની જવાબદારી હોય છે કે તે ગ્રીન બેલ્ટ વિકસાવે. પરંતુ જીઆઈડીસી દ્વારા રૂપિયા કમાવવા માટે કોઈ પ્લોટ બાકી રાખ્યો નથી. નિયમ મુજબ કુલ જગ્યાની 33 ટકા ગ્રીન બેલ્ટ, બાગ બગીચા જેવા પ્રોજેક્ટ માટે ખુલ્લી રાખવાની હોય છે. પરંતુ શહેરની કોઈ પણ જીઆઈડીસી દ્વારા આટલી જગ્યા ખુલ્લી રાખ‌ામાં આવી નથી. સુરતમાં કુલ ચાર મોટી જીઆઈડીસી આવેલી છે. જેમાં પાંડેસરા, સચીન, ઇચ્છાપોર અને બારડોલી જીઆઈડીસી છે. તમામમાં હાલ 5 થી 20 ટકા જેટલી જગ્યા ખુલ્લી રાખવામાં આવી છે. પરંતુ તેમાં પણ ગંદકી અને કચરો પડેલો હોય છે. ત્યાં કોઈ પણ પ્રકારનું પ્લાન્ટેશન કરવામાં આવ્યુ નથી કે ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવ્યો નથી.

પાંડેસરાGIDC હોવા છતાં નથી

જીઆઈડીસીમાંપ્રમાણે અમુક ટકા વિસ્તાર ખુલ્લો રાખવાની જોગવાઈ કાયદામાં છે. 33 ટકા જગ્યા બાગ, બગીચા, હરિયાળી તેમજ ખુલ્લી રાખવાની હોય છે. પાંડેસરા જીઆઈડીસીનો વિસ્તાર 219.26 હેક્ટરનો છે. સચિન જીઆઈડીસીનો કુલ વિસ્તાર 696 હેક્ટરનો છે. પરંતુ હકીકતમાં માટેની જગ્યા રાખવામાં આવી નથી. બારડોલી અને ઇચ્છાપોર તો શહેરની બાહર આવેલી છે. તેમ છતાં નિયમ નથી.

પર્યાવરણ એક્ટના નિયમનું GIDC દ્વારા ઉલ્લંઘન

હાઈકોર્ટમાં આવો કેસ | જુનમાંહાઈકોર્ટે જીઆઈડીસીના એક પ્લોટ બાબતે હુકમ કર્યો હતો. અમદાવાદની નરોડા જીઆઇડીસી વિસ્તારમાં ગ્રીન કવર માટે રાખવામાં આવેલા પ્લોટની હરાજીના મામલે ગુજરાત હાઇકોર્ટે પર્યાવરણનું જતન કરવા રાજ્ય સરકારને હુકમ કર્યો હતો. કહ્યું હતુ કે ઔદ્યોગિક વિસ્તારો કે જીઆઇડીસી એસ્ટેટમાં બાગ અને બગીચા માટે ખુલ્લી જગ્યા છોડવી જોઇએ.

જીઆઈડીસીના એક અધિકારીએ જણાવ્યુ કે જ્યારે જીઆઈડીસીનો પ્લાન ફાઈનલ થાય છે ત્યારે પુરતી જગ્યા રાખવામાં આવી હોય તો પ્લાન પાસ થઈ શકે. પરંતુ સુરતમાં મોટા ભાગની જીઆઈડીસી 80ના દાયકામાં બનેલી છે. નિયમ 2005ની સાલમાં અમલમાં આવ્યો છે. અગાઉ પણ 20 ટકાનો નિયમ તો હતો પરંતુ ત્યાર બાદ આવા ખાલી રાખવામાં આવેલા પ્લોટની હરાજી કરી નાખવામાં આવી હોય કે કોઈ ઘોટાળો થયો હોય એવુ બની શકે છે.

સુરતમાં જીઆઈડીસી એક્ટ પહેલા બની હતી

અન્ય સમાચારો પણ છે...