તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 40 કરોડની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી આપનારા 2 વકીલની ધરપકડ

40 કરોડની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી આપનારા 2 વકીલની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોર્યાસીડેરીના ચેરમેન નરેશ પટેલની ઓલપાડની કરોડોની કિંમતની જમીનમાં ચીટર ટોળકીએ બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને બારોબાર વેચી દેતાં રાંદેર પોલીસમાં ફરિયાદ થતાં ધારાસભ્યના ભત્રીજો, એક્ટર સહિત 6 સામે નોંધ્યો હતો.

ભેસાણ ગામ ખાતે રહેતા નરેશ પટેલની માલિકીની ઓલપાડની જમીનમાં ‘હમ હૈ વન્ડરબોય’ની હિન્દી ફિલ્મના એક્ટર હસમુખ પટેલ ધારાસભ્યના ભત્રીજો જીતેન્દ્ર ગોરીયાએ 40 કરોડમાં જમીનનો સોદો નક્કી કરી બાના પેટે રૂ.51 લાખની રકમ આપી જમીનના કાગળો લઈ ગયા હતા. થોડા સમયમાં સોદો કેન્સલ કરી ટોળકીએ ખેડૂતોની બોગસ સહીઓ કરી તેના સાગરિત ભાવેશ રાણપરીયાના નામનો પાવર ઓફ એટર્ની બનાવીને અેડવોકેટ મારફતે નોટરી કરાવ્યો હતો. બોગસ પાવર ઓફ એટર્નીના આધારે ટોળકીના જીતેન્દ્ર ગોરીયા અને દિલીપસીંગ રાજપુરોહિતને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જીતેન્દ્ર ગોરીયાની પત્ની દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રમુખ છે. થોડા દિવસો પહેલા જમીન કૌભાંડમાં એક્ટર હસમુખ પટેલની જામનગર એલસીબીએ ધરપકડ કરી હતી. રાંદેર પોલીસે એડવોકેટ પંકજ ચોખાવાલા તથા મહિલા એડવોકેટ શબાના આદમ મન્સુરીની આજે ધરપકડ કરી હતી.

ચોર્યાસી ડેરીના ચેરમેન નરેશ પટેલની ઓલપાડની કરોડોની કિંમતની જમીનમાં ચીટર ટોળકીએ બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને બારોબાર વેચી દીધી હતી

ધારાસભ્યના ભત્રીજાએ ફિલ્મના એક્ટર સાથે મળીને છેતરપિંડી કરી

અન્ય સમાચારો પણ છે...