તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘર પાસે રમતા બાળકને ટેમ્પોએ કચડી માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઉનપાટીયાપાસે ઘર નજીક રમી રહેલા એક દોઢ વર્ષીય બાળકને એક ટેમ્પો ચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. ટેમ્પો ચાલક રોંગ સાઈડ પર પૂરઝડપે આવતો હતો અને મોબાઈલ પર વાત કરતો હતો.

ઉનપાટીયા અક્ષરનગર ખાતે રહેતાં મોસીન સમીમ મંસુરીને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. બુધવારે સાંજે દોઢ વર્ષીય પુત્ર જુનેદ ઘર પાસે રમતો હતો. પુરપાટ ઝડપે જતાં ટેમ્પો ચાલકે અડફેટમાં લીધો હતો. માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ચાલક સ્થળ પર ટેમ્પો છોડીને ફરાર થઈ ગયો હતો. સચિન પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...