તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કતારગામના દંપતીએ 400 કરોડનું ટર્નઓવર કર્યું પરંતુ રિટર્ન ઝીરો !

કતારગામના દંપતીએ 400 કરોડનું ટર્નઓવર કર્યું પરંતુ રિટર્ન ઝીરો !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શેરબજારમાંકરોડોનાં ટ્રાન્ઝેક્શન મામલે આઇટી ઇન્સ્પેકટરો શહેરના ખૂણે-ખૂણે નોટિસની બજવણી કરી રહ્યા છે, જેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આ‌વી રહી છે. વરાછા-કતારગામ સહિત જુદા-જુદા વિસ્તારોમાં અત્યાર સુધી એવા પતિ-પત્ની મળી આવ્યા છે જેમણે શેરબજાર અને કોમોડિટીમાં રૂપિયા 1 હજાર કરોડ સુધીનું ટ્રાન્ઝેક્શન તો કર્યું પણ ટેક્સ નથી ભર્યો. આમાંથી કતારગામનું એક દંપતી તો એવું છે જેણે રૂપિયા 400 કરોડનું ટ્રાન્ઝેક્શન કરી આઇટી રિટર્ન સુદ્ધાં ફાઇલ નથી કર્યું. નોંધનીય છે કે, રાજ્યમાં કુલ 18000 નોટિસ ઇસ્યૂ કરાઈ છે.

દિલ્હી સ્થિત રિસ્ક એસેસમેન્ટ વિંગે એસટીટી (સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ) અને સીટીટી (કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ)ના ડેટાના આધારે રાજ્યના 18000 કરદાતા સામે તપાસ કરવા માટે એક લિસ્ટ મોકલ્યું હતું. 0.1 ટકાના દરે એસટીટી ભરવા છતાં છતાં યોગ્ય આવકવેરો ભર્યો હતો. કેસમાં હાલ સુરત આઇટીએ તપાસ શરૂ કરી છેે, જે અંતર્ગત વરાછા, કતારગામ, અડાજણ, સિટી લાઇટ, રાંદેર રોડ અને પૂણા કુંભારિયા સહિતના વિસ્તારમાં નોટિસ લઇ ફરી રહેલા આઇટીના સ્ટાફને અવનવા અનુભવ થઈ રહ્યા છે, જેમાં બુધવારે ‘પતિ-પત્ની’ને આવરી લેતા કિસ્સા સામે આવ્યા હતા. કતારગામના એક સામાન્ય વિસ્તારમાં ગાળા ટાઇપ મકાનમાં રહેતા દંપતીએ વ્યક્તિગત રૂપિયા 200-200 કરોડનું ટર્નઓવર કર્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. જો કે, દંપતીનું હજી સ્ટેટમેન્ટ લેવાયું નથી, પરંતુ આઇટી સૂત્રોએ કહ્યું હતું દંપતીએ બે પાન કાર્ડ કઢાવ્યા હતા અને તેના પર ટ્રાન્ઝેક્શન કરાયાં હતાં, પરંતુ આઇટી રિટર્ન ફાઇલ કરાયું હતું. એટલે એકેય રૂપિયાનો ટેક્સ ડિપાર્ટમેન્ટને મળ્યો હતો. અન્ય એક કિસ્સો રાંદેરનો હતો જ્યાં એક દંપતીએ રૂપિયા 50 લાખનું ટર્નઓવર કર્યું હતું. રૂપિયા 12000ની નોકરી કરતા પતિએ પત્નીના નામે પણ ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું, પરંતુ પ્રોફિટ થવા છતાં ટેક્સ ભર્યો હતો, જ્યારે અડાજણના એક દંપતીનું ટર્ન‌ઓવર રૂપિયા 120 કરોડ હતું. જો કે, તેઓ શેરબજારમાં 7 લાખની ખોટ કરી બેઠા હતા. મોટાભાગના કેસમાં બિઝનેસ ચેનલો પરથી ટિપ્સ લેવામાં આવતી હતી.

1 હજાર કરોડ સુધીનું ટર્નઓ‌વર કરી રિટર્ન નહીં ભર્યું હોય એવા શહેરનાં 7 જોડાં સામે આવ્યાં, પતિ-પત્નીઓ વધુ કમાવાની લહાયમાં વધારે ફસાયા

શેર લે-વેચમાં 18000ને નોટિસનો મામલો, ખૂણે-ખૂણે નોટિસની બજવણી

અધિકારીઓની ગણતરી 2000 કરોડ

આઇડીએસમાઆજે ચારેય સીઆઇટી રેન્જ મળીને કુલ 150 કરોડની બ્લેકમની જાહેર કરવામાં આવી હતી. સાથે કુલ ફિગર રૂપિયા 1600 કરોડ થઈ ગયો હતો. દરમિયાન અધિકારીઓ પણ રોજ પોતાનો અપેક્ષિત ટાર્ગેટ વધારતા જઈ રહ્યા છે. હવે અધિકારીઓને આશા છે કે રૂપિયા 2000 કરોડ સુધીનું ડિસ્કલોઝર આવી શકે છે.

3 ડાયમંડ કંપનીઓ પર મુંબઇથી તપાસ

શહેરનીત્રણ જાયન્ટ કહી શકાય એવી ડાયમંડ કંપનીઓ પર મુંબઇની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. એક એડ્રેસ માટે સુરત આઇટીનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ વેડરોડ સ્થિત પ્રિમાઇસીસમાં તાળું હોવાથી ત્યાં તપાસ થઈ શકી નહતી.

અંતિમ સોગઠી| 1600 કરોડનો આંક

અન્ય સમાચારો પણ છે...