• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઓખીનું અચ્યુતમ્ |રાત્રે 2 વાગ્યે લો ડિપ્રેશનમાં ફેરવાયું

ઓખીનું અચ્યુતમ્ |રાત્રે 2 વાગ્યે લો ડિપ્રેશનમાં ફેરવાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખીના કારણે 25 વર્ષમાં પહેલી વાર મહત્તમ તાપમાન 18.4 ડિગ્રી

હાંજા ગગડાવતી ઠંડી |ન્યૂનતમ તાપમાન 16. 6 ડિગ્રી

ઇશાનના ઠંડા પવનોથી વાવાઝોડું હજીરા પાસે દરિયામાં વિખેરાયું

સાઇકલોન મંગળવારે સવારે સુરતથી 500 કિ.મી દૂર દરિયામાં હતું. જોકે, જેમ જેમ સાઇકલોન દક્ષિણ ગુજરાત તરફ આગળ આવતા નબળું પડતું ગયું હતું. રાતે 10 કલાકે સાઇકલોન વલસાડ પહોંચ્યું ત્યારે નબળું પડીને ડીપ ડીપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું હતું. રાતે 12 થી 2 વચ્ચે સાઇકલોન સુરત નજીક પહોંચ્યું ત્યારે ઉત્તર પૂર્વ (ઇશાન ) દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનના લીધે સાઇકલોન અત્યંત નબળું થઇ ગયું હતું. જેને પગલે ઓખી નામનું વાવાઝોડું સુરતથી એકદમ નજીક આવ્યું ત્યારે ડીપ્રેશનમાંથી લો ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું હતું. જેને પગલે મોડીરાતથી વહેલી સવારે 2 વાગે સુધી શહેરમાં 24 કિ.મી થી લઇ 27 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં ઓખીના પગલે મોડીરાતે રસ્તાઓ સૂમસામ થઇ ગયા હતા. સુસવાટા મારતા પવનો સાથે વરસાદ વરસતાં શહેરમાં કાતિલ ઠંડીથી શહેરીજનો ઠૂંઠવાઇ ગયા હતા. રાતે 2 વાગેની આસપાસ લો ડિપ્રેશનમાં ફેરવાયેલું સાઇકલોન હજીરા નજીક અત્યંત નબળું પડીને દરિયામાં સમેટાઇ ગયું હતું. જેથી શહેરમાં માત્ર ઠંડા પવન ફૂંકાવાથી કોઇ નુકસાન થયું હતું. સુરત ઉપરથી સંકટ ટળી જતાં શહેરીજનો સાથે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મંગળવારે ઓખી વાવાઝોડાના પગલે તંત્રે કાંઠા વિસ્તારોમાં અને સ્લમ વિસ્તારોમાં કાચા મકાનોમાં રહેતા 3000થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરી દીધું હતું. જોકે, આફત ટળી જતા આજે સ્થા‌ળંતર કરેલા લોકો પોતાને ઘરે પરત ફર્યા હતા.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી વધશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સ્ટ્રોંગ હોવાથી તે સાથે ગુજરાત અને દક્ષિણ મહારાષ્ટ્ર સુધી ભેજ ખેંચી લાવશે, જેથી હાડ થીજવતી ઠંડી પડશે.

ઓખી વાવાઝોડું ક્યારે અને ક્યાં ધીમું પડ્યું

તા. 5 રાત્રે 9 વાગે

સુરતથી 150 કિ.મી દૂર વલસાડ (ડીપ ડિપ્રેશન)

પવન: 51-62km/h

તા. 5 સાંજે 7 વાગે

સુરતથી 250 કિ.મી દૂર બોઇસર (ડીપ ડિપ્રેશન)

પવન: 51-62km/h

તા. 5 સાંજે 5 વાગે

સુરતથી 350 કિ.મી દૂર મુંબઇ (સાઇકલોનીક સ્ટોર્મ)

પવન: 63-88km/h

તા. 6 સાંજે મળસ્કે 2 વાગે

સુરતથી 5 કિ.મી દૂર દરિયામાં (વિખેરાઇ ગયું)

પવન: 10-20km/h

તા. 6 સાંજે મળસ્કે 1 વાગે

સુરતથી 15 કિ.મી દૂર (લો ડિપ્રેશન)

પવન: 20-35km/h

તા. 5 રાત્રે 12 વાગે

સુરતથી 40 કિ.મી દૂર નવસારી (ડિપ્રેશન)

પવન: 31-50km/h

વર્ષ

5 ડિસેમ્બરે નોંધાયેલ મહત્તમ તાપમાન

ઓખી સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ ડેવલપ થતાં આગામી દિવસોમાં ઠંડી વધશે

18.40

26.30

34.50

33.00

26.00

‘17

‘16

‘15

‘14

‘13

વરસાદ મિલી મીટરમાં.

છેલ્લા 24 કલાકમાં જિલ્લાનો વરસાદ

જિલ્લો વરસાદ

બારડોલી 14

મહુવા 37

પલસાણા 37

સુરત 16

માંડવી 28

ઓલપાડ 9

માંગરોળ 19

ઉમરપાડા 33

ચોર્યાસી 15

શહેરમાં વરસાદ અને તેજ ઠંડા પવન ફૂંકાવા સાથે ખાસ કોઇ અસર નહીં

સુરત નજીક આવતા લો પ્રેશરમાં સિસ્ટમ ફેરવાઇ હતી

^મોડીસાંજેવલસાડ નજીક સિસ્ટમ નબળી પડી ગઇ હતી. મોડીરાતે બે-અઢી વાગે હજીરા નજીક આવતા સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાઇ જઇ દરિયામાં સમેટાઇ ગઇ હતી. જેથી માત્ર તેજ ઠંડો પવનો ફૂંકાવા સાથે વરસાદ સિવાય શહેરમાં કોઇ બીજી અસર થઇ હતી. > દિલીપહિંદવા, મેટ્રોલોજીકલઓફિસર, સુરત

વાવાઝોડુ તો વિખેરાઇ ગયું છે પણ તેની અસર હજી પણ જોવા મળી રહી છે. બુધવારે સવારે 6:30 વાગ્યે શહેરમાં ધુમ્મસની ચાદર જોવા મળી હતી. યુનિવર્સિટી રોડ પર સૂર્યોદય બાદ પણ વિઝિબિલિટી ખૂબ ઓછી હતી. અજવાળું થયું છતાં સ્ટ્રીટલાઇટ ચાલુ રાખવી પડી હતી. તસવીર- જિતેન્દ્ર જડિયા

વાવાઝોડું ગયું, ધુમ્મસની ચાદર છવાઇ

અન્ય સમાચારો પણ છે...