જૈસે થે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમસીઆઇભ્રષ્ટાચારના આક્ષેપોમાં પડી હોવાને કારણે સરકારે તેમને લાગતા કેટલાક કાયદાઓ અંગેનો વિધેયક-13ની રચના કરીને પાર્લામેન્ટમાં પાસ કરવા માટે મૂક્યું હતું. જોકે, ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં વિધેયક પાસ નહીં થતાં એમસીઆઇએ ફરી જૂના નિયમો લાગુ કરી દીધા છે. એટલે કે, એમસીઆઇના સભ્યોનો કાર્યકાળ હવે ચારની જગ્યાએ ફરી પાંચ વર્ષનો થઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, વર્ષ-2013માં એમસીઆઇ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. જેને કારણે સરકારે એમસીઆઇના પ્રમુખ સહિતના પદાધિકારીઓને દૂર કરવા માટે કેટલીક યોજનાઓ બનાવી હતી. જેમાંની એક છે કે, સરકારે એમસીઆઇ વિધેયક-2013ની રચના કરી તેના પર લાગુ પડતા કાયદાઓમાં બદલાવ કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેની પર આરોગ્ય મંત્રાલય હજુ પણ ચર્ચા વિચારણા કરી રહી છે.

વિધેયકની મુજબ, કાઉન્સિલના સભ્યોનો કાર્યકાળ પાંચ વર્ષની જગ્યાએ ચાર વર્ષનો કરવામાં આવશે. તેની સાથે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા વ્યક્તિનો કાર્યકાળ બે વર્ષ માટે રહી શકશે. વર્ષ 2013માં એમસીઆઈની ચૂંટણીમાં નર્મદ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. મહેન્દ્ર ચૌહાણનો વિજય થયો હતો અને તેઓ કાઉન્સિલના સભ્ય બન્યા હતા. દરમિયાન ડિસેમ્બર-17 આવતા ડો. મહેન્દ્ર ચૌહાણ સહિતના સભ્યોનો કાર્યકાળ પૂરો થતો હોવાને કારણે તેઓ વિધેયક-2013ના નિયમોને લઈ મૂંઝવણમાં હતા. જોકે, બુધવારે એમસીઆઇએ તમામ સભ્યોએ એક પત્ર લખીને જાણ કરી હતી કે, હાલ વિધેયક પાસ થયું હોવાને કારણે એમસીઆઈની ચૂંટણી અને સભ્યોની કાર્યકાળ માટે જૂના નિયમો લાગુ પડશે.

વિધેયક પાસ નહીં થતા જૂના નિયમો લાગુ, ડો. મહેન્દ્ર ચૌહાણને એક વર્ષનું એક્સટેન્શન

એમસીઆઇના સભ્યોનો કાર્યકાળ ચારની જગ્યાએ ફરી 5 વર્ષનો રહેશે

અન્ય સમાચારો પણ છે...