• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વાવાઝોડાની અસર |ઉમરગામમાં એક રાતમાં 6 ઇંચ વરસાદ, તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું

વાવાઝોડાની અસર |ઉમરગામમાં એક રાતમાં 6 ઇંચ વરસાદ, તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખી જતાં-જતાં રાજ્યને ધ્રૂજાવતું ગયું

બુધવારે વહેલી સવારે બે વાગ્યે સાઇક્લોન દરિયામાં સમેટાયું, ગોધરા-રાજકોટમાં ઠંડીથી બેનાં મોત


ઓખીવાવાઝોડાની ઘાત બુધવારે ટળી તો ગઇ પરંતુ જતાં-જતાં આખા રાજ્યને ઠંડીથી ધ્રૂજાવતું ગયું. બુધવારે સવારે બે વાગ્યે લૉ ડિપ્રેશનમાં ફેરવાયેલું વાવાઝોડું હજીરા નજીકના દરિયામાં સમેટાઈ ગયું હતું. પરંતુ તેેના કારણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડ પાસેના ઉમરગામમાં 6 ઇંચ અને ખેરગામમાં 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. કાતિલ ઠંડીથી ગોધરામાં મકાનકૂવા વિસ્તારમાં એક કિશોરી તેમજ રાજકોટમાં અતિથિચોકમાં પચાસ વર્ષના ભિક્ષુકનું મોત થયું હતું. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મોટા ભાગે સૂર્યોદય થવા પામ્યો હતો. ...અનુસંધાન પાના નં.16

{ વેરાવળના બોટમાલિકોને 13થી 15 કરોડનું નુકસાન

{ પોરબંદરના બોટમાલિકોને 5 કરોડનું નુકસાન

{ ઉમરગામના દરિયાકાંઠે 50 ટન બુમલાનો પાક ભીંજાયો

{ વલસાડના માછીમારી ઉદ્યોગને દૈનિક 1 કરોડનું નુકસાન

{ પોરબંદરની 3 બોટ ડૂબી જતાં અંદાજે 40 લાખનું નુકસાન

{ રાજુલા-જાફરાબાદમાં સુકવેલી માછલી પલળી જતાં કરોડોનું નુકસાન

{ ખેતરોમાં બાજરા, કપાસ, ચણાના ઊભા પાકને નુકસાન

{ ઓખીને કારણે અધવચ્ચેથી પાછા આવેલા માછીમારોને ડીઝલ-બરફનું મોટું નુકસાન

{ 3000થી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું.

શહેર મહતમ લઘુત્તમ

ગાંધીનગર19.816.0

વિદ્યાનગર18.116.4

અમરેલી20.016.4

સુરેન્દ્રનગર20.816.5

સુરત18.416.6

રાજકોટ22.816.8

શહેર મહતમ લઘુત્તમ

અમદાવાદ19.015.6

વલસાડ26.912.6

નલિયા25.212.6

ભુજ26.215.0

વડોદરા19.015.4

ઈડર18.815.5

અન્ય સમાચારો પણ છે...