• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સંગીતા પાટીલે મુસ્લિમોને રિઝવવા ઉર્દૂમાં મત માગ્યા

સંગીતા પાટીલે મુસ્લિમોને રિઝવવા ઉર્દૂમાં મત માગ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયતનાભાજપના ઉમેદવાર સંગીતા પાટીલે મુસ્લિમોને રાજી કરવા ઉર્દૂમાં પ્રચારપત્રિકા છપાવી મત માગવાની શરૂઆત કરી છે. પરિણામે વિસ્તારમાં અશાંતધારો લાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો મુદ્દો પણ કૉંગ્રેસના નગરસેવક અને ઉમેદવાર ડૉ. રવિન્દ્ર પાટીલે ઉઠાવ્યો છે. ઉર્દૂ પત્રિકામાં ભાજપે હજ કમિટીના મેમ્બર અને રાષ્ટ્રીય માઈનોરિટી સેલના ઉપપ્રમુખ સહિતના નામો લખાયાં છે. તેમાં ગુજરાતનાં 22 વર્ષના સુશાસનની વાતો, મોદી સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી ભાજપ સાથે જોડાવા આહ્વાન કરાયું છે. અંગે કોર્પોરેટર ઇમરાન સાઇકલવાળાએ કહ્યું કે લિંબાયતમાં ચૂંટણી પહેલાં અશાંતધારો લાગુ કરવાની માગ કરનારા ધારાસભ્ય ત્યારે હિંદુ વોટબેંકને અંકે કરવા માગતા હતા પરંતુ હવે ઉર્દૂમાં પત્રિકા છપાવી અને ભાજપના મુસ્લિમ નેતાઓને યુપી-બિહાર, મહારાષ્ટ્રથી બોલાવી તેઓ હવે મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવા માગે છે તેવું સ્પષ્ટ થાય છે.

કનેક્ટિવિટી બને તે માટે ઉર્દુ વાપર્યું | તૃષ્ટિકરણનોસવાલ નથી. ભાજપ મુસ્લિમો માટે વિચારે છે અને તેમને તેમની ભાષામાં સારી રીતે સમજાવી શકાય તે માટે ઉર્દુનો પ્રયોગ કરાયો છે.> વસીમ ખાન,પ્રમુખ, ભાજપ લઘુમતિ મોર્ચા, મુંબઈ

શું લખાયું | ‘ઉર્દુ’ પત્રિકામા મુસ્લિમોની યોજનાઓનો હવાલો

ઉર્દુ પત્રિકા ભાજપે હજ કમિટીના મેમ્બર અને રાષ્ટ્રીય માઈનોરિટી સેલના ઉપપ્રમુખ ઈરફાન અહેમદ,મુંબઈ અધ્યક્ષ આષિશ સેલાર, મુંબઈ ઉપાધ્યક્ષ હાજી હૈદર આઝમ મુંબઈ લઘુમતિ પ્રમુખ વસીમ ખાન, બિહાર લઘુમિત પ્રમુખ ડો. અહેમદ રાણા અને સુરત લઘુમતિ મોરચા જનરલ સેક્રેટરી શફીક ખાનના નામે વહેંચાય છે અને તેમાં ભાજપના ગુજરાતના 22 વર્ષના સુશાસનની વાતો, સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરાઈ, મોદી સરકારની વિવિધ યોજનાઓ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન, જનધન યોજના, ગેસ સબસિડી, ગરીબોને ઋણ ઉપલબ્ધ વગેરે બાબતોને પ્રાધાન્ય અપાયું છે. મોદી સરકારની યોજનાઓ જેમાં ‘નઈ ઉડાન’ , ‘નઈ રોશની’, ‘શીખો ઓર કમાઓ’, ‘નઈ મંઝિલ’, ‘ઉસ્તાદ સ્કીમ’, મૌલાના આઝાદ નેશનલ એકેટમી ફોર સ્કીલ્સ, એનએમડીએફસી સ્કીમ, મલ્ટી સેક્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ‘અપના વારસા’, વકફ મેનેજમેન્ટ માટેની નવી નવી યોજનાઓ, ફ્રી કોચિંગ ગુજરાત માઈનોરિટી ફાઉન્ડેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન વગેરેનો હવાલો આપી ભાજપ સાથે આવવા આહ્વાન કરાયું છે.

મુસ્લિમોને રિજવવા ભાજપે મહારાષ્ટ્ર-યુપી, બિહારથી મુસ્લિમ આગેવાનોની ફોજ કામે લગાડી

અન્ય સમાચારો પણ છે...