તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉધના સ્ટેશન પર 2 એક્સપ્રેસ ટ્રેનોે અટકાવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|સુરત

ઊનાનાસમઢિયાળા ગામમાં ચાર દલિત યુવાનો પર થયેલા અત્યાચારની ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. તેમજ રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં દલિત સમાજ દ્વારા દલિત યુવાન ઉપર અત્યાચાર ગુજારનારને કડક સજા થાય, તે માટે આંદોલન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત દલિત સમાજના આગેવાનો દ્વારા ગુરૂવારે સવારે ઉધના રેલવે સ્ટેશન પર ચેન્નઈ એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ ટ્રેનોને અટકાવાનો પ્રયાસ કરતા પોલીસે આગેવાનોની ધરપકડ કરી હતી.

સમઢિયાળા ગામમાં ચાર દલિત યુવકોને કારની પાછળ બાંધી જાહેરમાં ફટકારનારને સજા મળે તે માટે સુરત દલિત સમાજના લીલાબેન સોનવણે, કુણાલ સોનવણે, આદેશ સાબળે, રાહુલ ધુરંધર, આબા મોરે, જીતુ સુરવાડે વગેરે જેવા આગેવાનો ગુરૂવારે સવારે મોટી સંખ્યામાં એકઠા થઈ ઉધના રેલવે સ્ટેશન પર ચેઈન્નઈ એક્સપ્રેસ અને નવજીવન એકસપ્રેસને ટ્રેનને અટકાવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક દલિત સમજાના આગેવાનો ટ્રેનના એન્જિન પર ચઢી ગયા હતા. ઘટનાને પગલે આરપીએફ, જીઆરપી અને સિટી પોલીસ ઉધના રેલવે સ્ટેશને પહોંચી હતી. જ્યાં તેમણે ટ્રેનના એન્જિન પર ઊભા રહી સૂત્રોચ્ચાર કરનાર તેમજ રેલવે ટ્રેક પર બેસનારા આગેવોનોની ધરપકડ કરી હતી. પોલીસ તેમની ધરપકડ કરતા નવજીવન એક્સપ્રેસ ટ્રેનને તેના રાબેતા મુજબ સ્ટેશન પરથી ઉપડી હતી. પોલીસ ઘટનાનમાં 51 આગેવાનોની ધરપકડ કરી હતી. જેમાં 15 મહિલા હતી. પોલીસ તમામ આગેવાનોને વરાછા ખાંડબજાર રેલવે પોલીસ કોલોનીમાં લઈ ગઈ હતી. જ્યાં તેમને નાયબ પોલીસ કમિશનરની કચેરી બેસાડી જીપીએકટ 68 મુજબ ગુનો નોંધી જીપીએકટ 69 મુજબ આગેવાનોને 3 કલાક બેસાડી મુક્ત કરવામાં આવ્યા હતા.

સુરત દલિત સમાજ સમિતિઅે કડક સજાની માંગ કરી

ઊનામાંચાર દલિત યુવાનને કારની પાછળ બાંધી તેમને લાકડના ફટકા વડે ઢોર માર મારી જે પ્રમાણે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. અત્યાચાર ગુજારનારને કડક સજા મળે તેના આંદોલનના ભાગ રૂપે સુુરત દલિત સમાજ સમિતિ દ્વારા બે અક્સપ્રેસ ટ્રેનને અટકાવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેમણે ‘જય ભીમ’ અને ‘અત્યાચાર ગુજારનારને ફાંસી આપો’ના નાર લગાવી રોષ ઠાલવો હતો.

ઉનાના સમઢિયાળામાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં સુરતમાં બીજા દિવસે પણ ઉગ્ર દેખાવો થયા

ગુરુવારે સવારે માનદરવાજા અાંબેડકર પ્રતિમા પાસે બસપાના સમર્થકોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કરતા વાહનચાલકોએ હાલાકી ભાેગવવી પડી હતી.તસવીર -હેતલ શાહ

ગુરૂવારે સવારે ઉધના રેલવે સ્ટેશન પર ચેન્નઈ એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ ટ્રેનોને અટકાવાનો પ્રયાસ દલિત સમાજના નેજા હેઠળ થયો હતો. તસવીર- રીતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો