તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈકોર્ટ જજના ઓર્ડર બનાવનાર 4ને 3 વર્ષની કેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાઈકોર્ટજસ્ટિસ આર.કે. અભિચંદાનીનો બનાવટી ઓર્ડર બનાવી લેન્ડ ટ્રિબ્યુનલમાં રજૂ કરી જમીનનો લાભ મેળવી ઠગાઈ કરવાના સુરતના ચકચારભર્યા કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ એડવોકેટ સહિત ચાર આરોપીઓને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ત્રણ વર્ષની કેદ અને રૂ. 60 હજાર દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં ઠરાવ્યુ હતું. દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે કેસ પુરવાર થાય છે.

હાઇ કોર્ટના જજના બોગસ ઓર્ડર બનાવી ઠગાઇ કરવાના કેસ અંગે મળતી વિગતો મુજબ, સુરતની મોકાની જમીન અંગેના વિવાદમાં સુરત અને અમદાવાદના ચાર આરોપીએ ભેગા મળી હાઈકોર્ટ જસ્ટિસ આર.કે.અભિચંદાનીના ઓર્ડર બનાવટી બનાવી લેન્ડ ટ્રિબ્યુનલ કોર્ટમાં રજૂ કરી ઠગાઈ કરવાનો હતો. હાઈકોર્ટના ઓર્ડર અંગે શંકા લેન્ડ ટ્રિબ્યુનલને શંકા જતા સમગ્ર મામલે સીબીઆઈમાં વર્ષ 1998માં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદના અનુસંધાનમાં સીબીઆઈએ તપાસ કરી એડવોકેટ સુનિલ જરીવાલા, રવિના પટેલ, મહેશ વૈદ્ય અને બિપીન પટેલની ધરપકડ કરી સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમા ચાર્જશીટ રજૂ કરી હતા. કેસની સુનાવણીના દરમિયાના સરકારી વકીલ રામબાબુ કનોજિયાએ કોર્ટમાં રજૂઆત કરી કે હાલના તબક્કે આરોપીઓએ હાઈકોર્ટ જસ્ટિસના આદેશ સાથે ચેડા કરવાના ગંભીર ગુનામાં સંડોવણી છે.

તે પુરાવા પરથી ફલિત થાય છે. કેસની સુનાવણીના અંતે સ્પે. સીબીઆઈ જજ ડી.આર.વ્યાસે ચારેય આરોપીઓને તકસીરવાર ઠેરવી ત્રણ વર્ષની કેદ 60 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં હાલના તબક્કે દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે કેસ પુરવાર થાય છે તેવી નોધ મૂકી હતી.

બોગસ ઓર્ડર બનાવી ઠગાઈ કરી હતી

CBIની સ્પે.કોર્ટે સુનિલ જરીવાલા અને રવિના પટેલને સજા આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો