તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતનો જ્વેલરી ક્ષેત્રે માત્ર 3 ટકા ગ્રોથ : ICRA

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઇસીઆરએદ્વારા વર્ષના પ્રથમ તબક્કાનો જ્વેલરી ક્ષેત્રેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે જે મુજબ ભારતનો ગ્રોથ માત્ર 3 ટકા રહ્યો છે. સુરતનો ગ્રોથ 0.25 થી 0.35 ટકા રહેવાનો અંદાજ છે.

ચાલુ વર્ષના પ્રથમ તબક્કા દરમ્યાન સોનાના ભાવમાં થયેલા 3500 હજારના વધારા સાથે 10 ગ્રામનો ભાવ 31 હજારને પાર થયો હતો. સાથે કેન્દ્વીય બજેટમાં જ્વેલરી મેન્યુફેક્ચરર પર લાદવામાં આવેલી એકસાઇઝ ડ્યૂટીના પગલે 42 દિવસ ચાલેલી હડતાલના તેમજ લગ્નસરાની નિરસ ખરીદીની જ્વેલરી ક્ષેત્રે મોટા પાયે અસર જોવા મળી હતી. જેના પગલે આઇસીએઆર દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ ભારતનો જ્વેલરી ક્ષેત્રે માત્ર 3 ટકા ગ્રોથ નોંધાયો હતો અર્થાત પાછલા વર્ષની સરખામણીએ 3 ટકા ગ્રોથ ઘટ્યો હતો.

દર વર્ષે 5 થી 6 ટકાનો ગ્રોથ જ્વેલરી ક્ષેત્રે નોંધાતો હોય છે પરંતુ ચાલુ વર્ષના પ્રથમ તબક્કામાં જોવા મળેલી સામાન્ય ખરીદીના પગલે ફક્ત 3 ટકા ગ્રોથ સાથે આવનારા 4 વર્ષો દરમ્યાન પણ 3 થી 4 ટકા ગ્રોથ રહેવાનો આઇસીએઆરએ તેના અહેવાલમાં જ્ણાવ્યું છે. સુરતની વાત કરીયે તો સુરતમાં 2000 જેટલા જ્વેલર્સો દ્વારા અંદાજે વાર્ષિક 800 થી 900 કરોડનો જ્વેલરીનો વેપાર થતો હોય છે. તેની સરખામણીએ થયેલો 0.25 થી 0.35 ટકાનો ગ્રોથ નહીવત સમાન હોવા પાત્ર છે.

ઓગષ્ટ બાદ ખરીદીની અપેક્ષા

^સોનાનાભાવમાં થયેલા વધારા સાથે મંદીની પરિસ્થિતિના કારણે સામાન્ય ખરીદીનો માહોલ છે. સાથે મુંબઇમાં થનારા આઇઆઇજેએસ શો તથા દિવાળીની સીઝ્ન દરમ્યાન ખરીદી વધશે તેવી આશા છે. વર્ષના પ્રથમ તબક્કામાં એકસાઇઝ તેમજ ભાવવધારાની અસરના કારણે ખાસ વેપાર થઇ શક્યો હતો.> નૈનેષપચ્ચીગર,જેમ એન્ડજ્વેલરી એસો.ચેરમેન

સુરતનો જ્વેલરી ક્ષેત્રે ગ્રોથ 0.25 થી 0.35 ટકા હોવાનો અંદાજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો