તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ગચ્છાધિપતિ જયઘોષ સૂરિજીના 80મા જન્મદિનની ભવ્ય ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગચ્છાધિપતિ જયઘોષ સૂરિજીના 80મા જન્મદિનની ભવ્ય ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિનશાસનનાંજવાહર તુલ્ય સિદ્ધાન્ત દિવાકર ગચ્છાધિપતિ શ્રીમદ વિજય જયઘોષસૂરિજી મહારાજનાં 80માં જન્મ દિવસની સુરતનાં વિવિધ સંઘોમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે રેડિયમ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અઠ‌‌વાલાઇન્સ જૈન સંઘ ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજ આદિ મુનિ પ્રવરોની પાવન નિશ્રામાં આચારાંગસૂત્ર, પંચસૂત્ર અને શ્રાદ્ધવિધિ નામના ગ્રંથોનું વિશિષ્ટ જ્ઞાનપૂજન થયું હતું. ત્રણેય ગ્રંથોને ભવ્ય સજાવટ કરવામાં આવી હતી. સોનાચાંદીનાં પુષ્પો દ્વારા ત્રણેય ગ્રંથોનાં વધામણા કરવામાં આવ્યા ત્યારે હજારો પ્રભુ ભક્તો ઝૂમી ઊઠ્યા હતા. ધર્મચક્ર તપનું પ્રથમ બેસણું શ્રી સંઘમાં 150થી વધુ તપસ્વીઓને રાજાશાહી ઠાઠથી કરાવવામાં આવ્યું હતું સોનામા સુગંધ ભળે તેમ જિનશાસનનાં જવાહર તૂલ્ય સિદ્ધાન્ત દિવાકર ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષ સૂરિજી મહારાજાનો 80મો જન્મ દિવસ રંગેચંગે ઉજવાયો હતો. પૂજ્ય જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજી મહારાજે સંદર્ભે જણાવ્યું હતું કે, તીર્થંકરો,ગણધરો અને યુગપ્રધાન જેવા મહાત્માઓની જન્મદિવસની ઉજવણી થતી હોય છે જન્મ તમામ દુ:ખોની જનેતા છે. પણ મહાપુરૂષોની જન્મદિવસની ઉજવણી થાય તેમાં કોઇ વાંધો નથી. અમારા સમુદાયનાં ગૌતમસ્વામી કોઇ હોય તો પૂજ્યશ્રી છે. કલિકાળમાં હાલતી ચાલતી આગમની મોબાઇલ યુનિવર્સીટી એટલે જયઘોષ સૂરિજી. જેમણે અનેકોને ભણાવીને જિનશાસનનાં સિતારા બનાવ્યા છે. સમતાનાં અને કરૂણાનાં મહાસાગર એટલે જયઘોષસૂરિજી મહારાજ.

ત્રણેય ગ્રંથોની હાઇલાઇટ્ટ આપતાં જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજીએ જણાવ્યું કે, જૈન સાધુનાં આચાર જેમા છે તે આચારાંગ સૂત્ર, પ્રભુનાં શબ્દો ગ્રંથમાં છે. શ્રાદ્ધવિધિ ગ્રંથમાં શ્રાવક જીવનની તમામ સમસ્યાઓના સોલ્યુશન ગ્રંથમાં છે. પંચસૂત્ર ગ્રથમાં પાંચ સૂત્રો છે. પંચસૂત્ર ગ્રંથ દ્વારા મોહ અને અજ્ઞાનના અંધકાર દૂર થાય છે. આપત્તિમાં આશ્વાસન સાથે સાત્વિક સહિષ્ણુતા કેળવવાના બોધપાઠ ગ્રંથમાં બતાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ભાવુકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો