તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોવર્ધન હવેલી ખાતે એક મહિનો હિંડોળા મનોરથ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાવિવિધ ગોવર્ધન હવેલીઓ ખાતે હિંડોળા મનોરથનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે હાલમાં પીપલોદ ખાતે નવનિર્માણ પામી રહેલી શ્રી ગોવર્ધન હવેલી ખાતે અવનવા હિંડોળા મનોરથનો પ્રારંભ થઇ ચુક્યો છે. વર્ષે એકથી એક ચઢીયાતા મનોરથ હવેલી ખાતે યોજાશે.

શ્રી ગોવર્ધનનાથજી હવેલી, ડુમસ રોડની નવી હવેલીનું નિર્માણ હાલ ચાલી રહ્યું છે અને થોડા દિવસોમાં તેનો જિર્ણોદ્વાર પણ કરવામાં આવશે જેમા મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાશે. અષાઢ વદ-1ને બુધવાર તા.20 જૂલાઇથી હિંડોળા મનોરથનો પ્રારંભ થઇ ચુક્યો છે જ્યારે મનોરથ મહોત્સવ શ્રાવણ વદ-3ને 21 ઓગષ્ટનાં રોજ પૂર્ણ થશે. એક મહિના દરમિયાન દરરોજ સાંજે 6થી 6:30 કલાક અને સાંજે 7થી 8:30 કલાક દરમિયાન અવનાવ હિંડોળાનાં દર્શન થઇ શકશે. અને સાંજે 6:30 કલાકે ભોગ આરતી ગોવર્ધનનાથજીને કરાશે. વર્ષે અવનવા હિંડોળાની વાત કરીયે તો સુરંગના, મોતી,શાકભાજી,જરી,મયૂરપંખ,ફળ,સૂકામેવા, ચાંદી અને શાકભાજી સહિતના હિંડોળાનો મનોરથ કરવામાં આવશે.

સૂકામેવા સહિત શાકભાજીના હિંડોળા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો