તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વૈરાગ્યનાં અજોડ ગ્રંથ ‘ઉપમિતિ કથા’ પર આજથી દૈનિક પ્રવચન યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈરાગ્યનાં અજોડ ગ્રંથ ‘ઉપમિતિ કથા’ પર આજથી દૈનિક પ્રવચન યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વનાંસૌથી પ્રથમ મનોવિજ્ઞાનનું પુસ્તક લખનાર લેખક કોણ? પ્રશ્નનો જવાબ જર્મનીના પ્રખ્યાત વિદ્ધાન હર્મન જેકોલી આપેલો કે ઉપમિતિ કથાનાં સર્જન શ્રી સિદ્ધર્ષિ ગણિવર. આજથી 1111 વર્ષ પૂર્વે બનેલ કથા છેલ્લા 3000 વર્ષનાં ભારતીય સાહિત્ય નહી બલ્કે વિશ્વ સાહિત્યમાં સાચા અર્થમાં અદ્વિતિય છે. જેમા માનવમનમાં જાગતા દરેક ભાવોને મૂર્ત કરવામાં આવ્યા છે. 16 હજારથી વધુ શ્ર્લોકો વાળી રચનાને સાઇકોલોજિકલ એન્સાઇક્લોપીડિયાનું નામ આપી શકાય.

માનવમનને સમજી વૈરાગ્ય જગાવતા અદ્દભુત ગ્રંથનાં દૈનિક પ્રવચનો શ્રી શાંતિ કનક જૈન સંઘમાં આશ્રિતગણ હિતચિંતક જૈનાચાર્ય જિનચન્દ્ર સૂરિશ્વરજી મહારાજાનાં પ્રશિષ્ય રત્ન તથા જિનશાસનમાં વૈરાગ્યની પ્રવચનવાણીથી મશહૂર, આધ્યાત્મિક દેશનાં દાતા જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજી મહારાજ સોમવારથી શનિવાર રોજ સવારે 9:15 કલાકે પ્રવચન ફરમાવશે. નાસ્તિકને પણ આસ્તિક બનાવે તેવી લોજિકલ પ્રવચન શૈલીથી સેંકડોને વૈરાગ્ય અને વિરતીના ભાવો જગાડનારા જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજીનાં શ્રીમુખે વૈરાગ્યના સર્વોત્કૃષ્ટ ગ્રંથને સાંભળવા આતુર ધર્મપ્રેમી શ્રોતાઓની આતુરતાનો આજે અંત આવશે. ઉલ્લેખનીય છેકે, આજ જૈનાચાર્યોની નિશ્રામાં સુરતમાં થયેલ ઐતિહાસીક 45 દીક્ષા વખતે આજ ઉપમિતિ ગ્રંથ પર ભવપ્રપંચ નામનું નાટ્ય રજુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો