તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રઝળતા પરિવારનો નર્સિંગ એસો. સહારો બન્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંજોગોનીથપાટમાં સમાજનો સાથ છુટી જતાં ઠોકરો ખાવા મજબૂર એક દંપતિ અને તેમની 12 વર્ષીય પુત્રીનું જીવન અંધકારમય થઈ ગયું હતું. પાંચ મહિનાથી રસ્તા પર આવી ગયેલો પરિવાર કોઈ અંતિમ રસ્તો અપનાવવા મજબુર બને તે પહેલા નર્સિંગ એસોસિએશન તેમની વ્હારે આવ્યું હતું. દંપતિને સિવિલમાં આયા-વોર્ડ બોયની નોકરી અપાવી હતી અને તેમની બાળકીને ફરી સ્કૂલે મુકવાની ગોઠવણ પણ કરી હતી.

સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અને રેડિયોલોજી વિભાગ નજીક 12 વર્ષની બાળકી સાથે એક દંપતિ છેલ્લા ત્રણેક દિવસથી દેખાતું હતું, પાર્કિંગ કોન્ટ્રાક્ટર ગણેશની નજર પડી હતી. તેમણે ટ્રેઈન્ડ નર્સિંગ એસો.ના ઈકબાલ કડીવાલાને કોઈ દુ:ખી દંપતિ બાળકી સાથે સિવિલ કેમ્પસમાં રહેતાં હોવાનું જણાવ્યું હતું. કડીવાલાએ દિનેશ અગ્રવાલ સહીત એસોસિયેશનના સભ્યો સાથે ત્યાં જઈ તપાસ કરતા પ્રથમ તો દંપતિ ગભરાઈ ગયું હતું. પરંતુ સિવિલના સ્ટાફ હોવાની ઓળખ આપતાં પરિવારે આપવીતી જણાવી હતી.દંપતિની વિકટ સ્થિતિ જોતાં નર્સિંગ એસો.ને સિવિલ હોસ્પિટલમાં આયા-વોર્ડ બોય તરીકેની કોન્ટ્રાક્ટ બેઝ નોકરી અપાવી હતી. તો પુત્રી કરીનાને સ્કૂલમાં મુકાવાનો સધિયારો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો