તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સ્ટેટ બેંકમાં એકાઉન્ટન્ટના ટેબલ પરથી 27 ચેક ચોરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેટ બેંકમાં એકાઉન્ટન્ટના ટેબલ પરથી 27 ચેક ચોરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જુનીબોમ્બે માર્કેટ ખાતે આવેલી સ્ટેટ બેંકની બ્રાંચમાં એકાઉન્ટન્ટના કાઉન્ટર ટેબલ પરથી બે અજાણ્યાઓ ક્લીયરીંગ થયેલા 27 ચેકનું બંડલ તફડાવીને પલાયન થઈ ગયા હતા. ચેક ચોરાયા છે.

અડાજણ એલ.પી.સવાણી રોડ ગ્રીન એવન્યુ ખાતે રહેતા રણધીરકુમારસિંહ દુર્ગાસિંહ કુર્મી ઉમરવાડા જુની બોમ્બે માર્કેટ ખાતે આવેલી સ્ટેટ બેંકની બ્રાંચમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. બુધવારે તેમની બ્રાંચમાં એકાઉન્ટન્ટના કાઉન્ટર ટેબલ પરથી કોઈક અજાણ્યાઓ ક્લિયરીંગ થયેલા 27 ચેકનુ બંડલ એકાઉન્ટન્ટની નજર ચુકવી ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સાંજે એકાઉન્ટની ડીટેઈલ ચેક કરતા તેમાં ચેક ઓછા હોવાથી એકાઉન્ટન્ટે તપાસ કરી હતી. જેમાં 27 ચેકનુ બંચ ગાયબ જણાતા સીસી ટીવી ફુટેજની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે અજાણ્યાઓ બેંકમાં ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશીને એકાઉન્ટન્ટના કાઉન્ટર પરથી ચેક તફડાવી ગયા હોવાનુ બહાર આવ્યુ હતુ. જેથી બેંક મેનેજર રણધીરકુમારસિંહે વરાછા પોલીસ મથકમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

સીસીટીવીમાં બે ગઠીયા કેદ થઇ ગયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો