તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પુત્રને એડમિશનના બહાને મહિલા સાથે 3 લાખની ઠગાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રને એડમિશનના બહાને મહિલા સાથે 3 લાખની ઠગાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલોરખાતે એરોનોટીકલ એન્જિનિયરીંગ કોલેજમાં એડમીશન અપાવવાના બહાને વરાછાના એક યુવક અને તેના પિતાએ મોટાવરાછાની મહીલા સાથે રૂ.2.99 લાખની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મોટા વરાછા લજામણી ચોક ધર્મજીવન રોહાઉસ ખાતે રહેતા અનિતાબેન શાંતીભાઈ ઉકાણીને તેમના પુત્ર ઉર્વીશનુ બેંગલોર ખાતે એરોનોટીકલ એન્જિનિયરીંગમાં એડમીશન કરાવવાનુ હતુ. દરમિયાન જુલાઈ 2015માં તેમના સંબંધી મારફતે તેઓ લંબેહનુમાન રોડ નીલકંઠ સોસાયટી ખાતે રહેતા સંદીપ ઉકાણી અને તેના પિતા વશરામભાઈ ઉકાણીના પરીચયમાં આવ્યા હતા. પિતા પુત્રએ અનિતાબેનના પુત્રનુ બેંગલોરની આચાર્ય કોલેજમાં એડમીશન કરાવી આપવાની વાત કરી તેમની પાસેથી રૂ.4.17 લાખ લીધા હતા. જોકે બન્ને ઉર્વીશનુ એડમીશન આચાર્ય કોલેજની જગ્યાએ સાશીબ કોલેજમાં એડમીશન કરાવીને અનિતાબેને આપેલા રૂ.4.17 લાખ માંથી રૂ.1,08,000 ફી પેટે ભરી દીધા હતા અને ઉર્વીશના એકાઉન્ટમાં રૂ.10 હજાર જમા કરાવી બાકીના રૂ.2.99 લાખ ડોનેશનના નામે લઈ લીધા હતા. જોકે અનિતાબેનના પુત્ર ઉ‌ર્વીશે તપાસ કરતા તેના એડમીશન માટે કોલેજમાં કોઈ ડોનેશન અપાયુ હોવાનુ બહાર આવ્યુ હતુ. વરાછા પોલીસે બન્ને સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એરોનોટીકલ એન્જિનિયરીંગ કોલેજમાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો