તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યની ચેકપોસ્ટો પરથી વેટને 102 કરોડની આ‌વક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્યનાકોમર્શિયલ ટેક્સ વિભાગે, ચાલુ નાણાકીય વર્ષે એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં ચેક્પોસ્ટ પરથી રૂ. 102 કરોડ, 14 લાખની આવક થઈ છે. ગત વર્ષે સમયગાળામાં રૂ. 97 કરોડની આવક થઈ હતી. આમ, ચાલુ વર્ષે અંદાજે રૂ. 5 કરોડનો વધારો થયો છે. પ્રકારે ચેકપોસ્ટ પરથી પત્રક ચલણ કસૂરદાર અને એન્ટ્રી ટેક્સ કસૂરદાર સહિતના રૂ. 5 લાખથી વધુ રકમના 161 જેટલા કેસ પકડી પાડ્યા છે. જેમાં મોટાભાગે ઓટો ડીલર, સિરામિક ડીલર, ઈલેક્ટ્રિકલ ગૂડ્ઝ ડીલર અને પરચૂરણ ચીજવસ્તુઓના ડીલરનો સમાવેશ થાય છે. રાજ્યમાં 15 ચેકપોસ્ટ પરથી દર મહિને સરેરાશ 1 લાખ, 19 હજાર વાહનો રાજ્યમાં પ્રવેશે છે અને 1 લાખ, 34 હજાર વાહનો અન્ય રાજ્યોમાં જાય છે.

રાજ્યમાં વેટ કાયદા અંતર્ગત ચેકપોસ્ટ પરથી ચીજવસ્તુઓ લઈને આવનાર ડીલર્સે 30 દિવસમાં રિટર્ન ફાઈલ કરાવવાનું અને તે અંગેનો કરવેરો 22 દિવસમાં ભરવાનો હોય છે. જો વેપારીએ રિટર્ન ફાઈલ કરે, પત્રક ભરે તો રિટર્ન ડિફોલ્ટર બને. વેપારી રિટર્ન ફાઈલ કરે તો તેણે કેટલો વેટ ભરવાનો થાય કે વેટ ભર્યો તેની જાણકારી મળે અને રાજ્યની તિજોરીને નુકસાન થાય. વેટ ભરવાનું ટાળવા અને ડિપાર્ટમેન્ટ તરફથી રિકવરી ટાળવા રિટર્ન ફાઈલ કરતા નથી.

ચેકપોસ્ટ પરથી ઝડપાયેલા ડીલર્સ અને ઓટો ડીલર્સ અને પાનમસાલા કંપનીઓ

નામ રકમ

સિલિકોન મોટર્સ, સુરત રૂ.1 કરોડ, 43 લાખ.

મનન મોટર્સ, અમદાવાદ રૂ.32 લાખ, 56 હજાર.

નવજીવન મોટર્સ, સુરત રૂ.2 કરોડ, 50 લાખ.

પટેલ મોટો કોર્ન પ્રા. લિ., અમદાવાદ રૂ.2 કરોડ, 5 લાખ.

વી. જી. ઓટોમોબાઈલ્સ, વડોદરા રૂ.1 કરોડ. 48 લાખ.

પ્રથમ કાર્સ પ્રા. લિ., અમદાવાદ રૂ.1 કરોડ, 22 લાખ.

પ્લેનેટ ઓટોમોટિવ પ્રા. લિ., અમદાવાદ રૂ.2 કરોડ. 35 લાખ.

કેર ઓફિસ પ્રા. લિ. રૂ.1 કરોડ, 78 લાખ.

કેઈલ લિમિટેડ. રૂ.7 કરોડ, 90 લાખ.

વીડિયોકોન ઈન્ડ. લિ. રૂ.6 કરોડ, 12 લાખ.

વિમલ પાન મસાલા (વિષ્ણુ પાઉચ પેકેજિંગ) રૂ.34 લાખ.

રૂચિ ફ્લેવર્સ, એલએલપી, વડોદરા. રૂ.25 લાખ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો