Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બિલ્ડરોને ત્યાં સતત ત્રીજા દિવસે ITના દરોડા યથાવત
આઇટીનીડેકલેરેશન સ્કીમની શરૂઆત વચ્ચે ડીઆઇ વિંગે વરાછાના એસઆરકે અને રાધિકા બિલ્ડર ગ્રુપને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમના કામરેજસ્થિત કોમર્શિયલ પ્લસ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પર તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે, સ્થળ પર પહોંચતા પહેલાં આઇટી અધિકારીઓ કચેરીએ જમા થઈને વડોદરા જવા નિકળયા હતા અને ત્યાંથી પહેલાં કામરેજ સ્થિત પ્રોજેકટ પર પહોંચ્યા હતા. આઇટી સૂત્રો કહે છે કે રમેશભાઈ નામના એક પાર્ટનર સિવાય તમામ પાર્ટનર હાજર હતા. સરવેના ત્રીજા દિવસે બિલ્ડર રમેશભાઈ પણ બહારગામથી આવી જતાં આઇટી અધિકારીઓએ તમામનું ડિટેઇલ સ્ટેટમેન્ટ લેવાની શરૂઆત કરી છે.
તપાસ દરમિયાન ~ 6 લાખની રોકડ સીઝ
બિનસત્તાવારસૂત્રો કહી રહ્યા છે કે તપાસ દરમિયાન કુલ 6 લાખની રોકડ સીઝ કરવામાં આવી છે. દરમિયાન સી.એ. ને પણ હાલ પ્રિમાઇસીસ પર જવા દેવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૂત્રો કહે છે કે ગ્રુપનો પહેલો પ્રોજેકટ છે. કેટલાંક પાર્ટનર તો વર્ષ 2010 સુધી કોન્ટ્રાકટર કે પગારદાર હતા. કામરેજની જમીનના સોદા બાદ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. ગ્રુપ પર અગાઉ સરવે થયો નથી.
કેટલાંક પાર્ટનર તો પગારદાર હતા
માહિતી લીક થાય તે માટે ટીમ વડોદરા જઈ આવી
તમામના ડિટેઇલ્ડ સ્ટેટમેન્ટ લેવાની શરૂઆત