તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત-થાની વચ્ચે વ્યવહારો માટે એમઓયુ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતમહાપાલિકા અને થાઇલેન્ડના સુરત તરીકે ઓળખાતા થાની વચ્ચે સાંસ્કૃતિક સંબંધો વધારવા સાથે તેને મજબૂત કરવા ઉપરાંત શૈક્ષણિક તેમજ વેપારીક સંબંધો વધારવા માટે થાનીની ગર્વનર ટીન સાથે પાલિકા દ્વારા એમઓયુ તૈયાર કરાશે.

થાનીથી સુરત આવેલું ગર્વમેન્ટ ડેલિગેશન સાથે બંને શહેરોના સંબંધો મજબૂત કરવા 4 સંબંધો પર મંજુરીની મહોર લગાવાશે. સાથે શૈક્ષણિક ટેકનીકની આપ-લે માટે સ્ટુડન્ટ એકસચેન્જ પ્રોગામનો પણ સમાવેશ કરાયો છે. સાંસ્કૃતિક તેમજ ત્યાંની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે વેપારીક સંબંધો વિકસે તેવા પ્રયાસરૂપ થાનીની ટીમ સાથે ચર્ચા કરી ચેમ્બરથી વેપારીઓનું ડેલીગેશન થાની જશે. સુરતમાં 3 માસ બાદ ફરી આવેલા ડેલીગેશન સાથે થયેલી ચર્ચાઓના આધારે એમઓયુ તૈયાર કરી મંજૂર કરવાની પ્રક્રિયા પાલિકાતંત્ર દ્વારા હાથ ધરવામાં આ‌વશે. ચેમ્બરની મુલાકાતમાં ડેલીગેશનના કોન્સલ જનરલે જણાવ્યું હતું હતું કે થાઇલેન્ડ સાથે સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સારા કામોની શરૂઆત કરી દેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો