Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શાસકોએ માથે માછલા ધોવાવાના ડરે ચૌટાની જગ્યાનો નિર્ણય ફરી મુલતવી
મટિરિયલ સપ્લાયની ના પાડતા કોન્ટ્રાક્ટર્સ સામે પગલાં ભરાશે
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત
શહેરમાંબનાવવામાં આવતા રસ્તા માટેનુ જરૂરી એવુ મટીરીયલ્સ સપ્લાય કરવા માટેનુ ટેન્ડર ભરપાઇ કર્યા બાદ મટીરીયલ્સના ભાવ વધતા ટેન્ડર ભરનાર કેટલાય કોન્ટ્રાકટરોએ રસ્તાનુ મટીરીયલ્સ સપ્લાય કરવાની ના પાડી હતી. તેના કારણે સ્થાયી સમિતિના ચેરમેને ના પાડનાર કોન્ટ્રાકટરો સામે પગલાં ભરવાના આદેશ આજે સ્થાયી સમિતિમાં આપ્યા છે.
મહાપાલિકાના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના રસ્તા ખરાબ થઇ જાય ત્યારે તેને નવા બનાવવા અથવા તો તેને રીપેર કરવા માટે રસ્તાનુ મટીરીયલ્સ સપ્લાય કરવા માટે એજન્સી પાસે ઓફર મંગાવી હતી. તેમાં ઓફર આપ્યા બાદ રસ્તાના મટીરીયલ્સના ભાવ વધી જતા ઓફર આપનાર કોન્ટ્રાક્ટરોએ મટીરીયલ્સ સપ્લાય નહીં કરવા પાલિકાને લેખિતમાં જાણ કરી હતી. તે અંગેનો નિર્ણય લેવા માટે સ્થાયી સમિતિમાં આજે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.તેમાં સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઇએ જણાવ્યુ હતુ કે કોન્ટ્રાકટરો પ્રમાણે પાલિકાનુ નાક દબાવવાની કોશિષ કરે તે જરા પણ ચલાવી લેવાય નહીં. તેથી ના પાડનાર એજન્સી સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે જ્યારે તમામ ઝોનમાં રસ્તાના મટીરીલ્સ માટે ફરીથી ટેન્ડર મંગાવીને ઝડપથી કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. જોકે હાલમાં ચોમાસુ ચાલી રહ્યુ હોવાના લીધે ચોમાસા બાદ રસ્તા રીપેર કરવાની કામગીરી કરવાની હોવાથી તે પહેલા તમામ કાર્યવાહી પુરી કરી દેવામાં આવે તે માટેની પણ સુચના આપવામાં આવી છે.
ગોપી તળાવમાં ફાઉન્ટેઇન ફીટ કરીને તેને કાર્યરત કરવા માટેનો કોન્ટ્રાકટ લીધા બાદ સમય મર્યાદામાં કામ કરવામાં આવ્યુ નહીં હોવાના કારણે બ્લેકલીસ્ટ કરવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.તેમાં એજન્સીને આજે સ્થાયી સમિતિમાં રૂબરૂ સાંભળવામાં આવ્યા બાદ આગામી એક મહિનામાં બાકીની તમામ કામગીરી પુરી કરી દેવામાં નહીં આવે તો બ્લેકલીસ્ટ કરવાની ચિમકી આપી છે.
ગોપી તળાવમાં એક માસમાં ફૂવારા શરૂ કરી દેવા અલ્ટિમેટમ
રોડ મટિરિયલ્સના ભાવ વધી જતાં ટેન્ડર ભરીને કોન્ટ્રાક્ટરોએ સપ્લાય કરવા ના પીડી દીધી હતી
સંપાદન મુદ્દે સતત બે દિવસથી ‘દિવ્ય ભાસ્કર’ પ્રગટ થઈ રહેલા અહેવાલ
સોખડામાં ચર્ચા બાદ નિર્ણય આવી શકે
શહેરનાએકી સંખ્યાના વોર્ડના કોર્પોરેટરો અને પદાધિકારીઓનો પ્રશિક્ષણ વર્ગ શુક્રવારથી રવિ સોખડા સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાશે, જ્યારે બેકી સંખ્યાનો પ્રશિક્ષણ વર્ગ આવતા સપ્તાહના શુક્રવારથી રવિવાર સુધી યોજાશે. જેમાં ચૌટાની જગ્યા સંપાદન મુકત કરવા મુદ્દે ચર્ચા કરાશે. કારણ કે વર્ગમાં શહેર ભાજપના હોદેદારો ઉપરાંત પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો પણ હાજર રહેશે, જેથી ચર્ચા બાદ નિર્ણય થવાની શકયતા છે.
મલ્ટિલેવલ પાર્કિંગની ફરતે આજે પણ 250થી વધુ બાઇક રસ્તા પર પાર્ક કરાય છે, સામાન્ય ટ્રાફિક ઉપરાંત હોસ્પિટલમાં અવરજવરની ભારે મુશ્કેલી
છેલ્લા મહિનાથી જમીન સંપાદનમાં વિવાદનો વંટોળ