તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાની ટીમ પર થયેલા હુમલામાં ગુનો દાખલ થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |વરાછામાં પાલિકા કર્મચારીઓ ગેરકાયદે બાંધકામ દુર કરવા જાય અથવા તો રસ્તા પરના દબાણ દુર કરવા જાય તો કેટલાક તત્વો દ્વારા પાલિકાની કામગીરી નહીં કરવા દઇને હુમલા કરતા હોય છે. તેમાં બેથી ત્રણ બનાવોમાં કોંગ્રેસના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ જ્યોતિ સોજીત્રાના પતિ ચંદુ સોજીત્રાની આગેવાનીમાં પાલિકાના કર્મચારી પર હુમલા કરવામાં આવ્યા હોવાની પાલિકા કમિશનરને પણ જાણ કરવામાં આવી હતી.જેથી આજે પાલિકા કમિશનરે વરાછા ઝોનના અધિકારીઓને લેખિતમાં આદેશ આપીને ચંદુ સોજીત્રા સામે પોલીસ ફરીયાદ કરવાની કાર્યવાહી તાત્કાલિક કરવા તાકીદ કરી છે.

પુણા સિધ્ધાર્થ નગરમાં ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને 300થી વધુ મહિલાઓએ ઘેરી લઇને પાલિકાના કર્મચારીઓને ગેરકાયદે બાંધકામ તોડવા દીધુ નહોતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો