તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SVNITમાં નોન-ટીચિંગ સ્ટાફે એક દિવસની હડતાળ પાડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્ષોજૂની પડતર માંગણીઓને સંદર્ભે એસવીએનઆઇટી નોનટીચીંગ સ્ટાફ દ્રારા ગુરૂવારે એક દિવસની રજા પર ઉતરી હડતાળ યોજવામાં આવી હતી. જેને કારણે એસવીએનઆઇટીમાં એક દિવસ માટે વહીવટી કામગીરી ખોરંભાઇ હતી.

અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, શહેરની સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં કામ કરતા કાયમી નોનટીચીંગ સ્ટાફ દ્રારા પગારપંચના અમલ, પ્રમોશન, રજાના નિયમો, કામગીરીની વહેચણીથી લઇને અનેક પડતર પ્રશ્નોને લઇને ગુરૂવારે એક દિવસની રજા(માસ સી.એલ) પર ઉતરી ગયા હતા. જેને કારણે એસવીએનઆઇટીનું સમગ્ર વહીવટી કામકાજ ઠપ્પ થઇ ગયુ હતુ. અગાઉ હંગામી નોન ટીચીંગ સ્ટાફ દ્રારા વિવિધ માંગણી અંગે હડતાળ પાડી હતી. વધારામાં કાયમી નોનટીચીંગ સ્ટાફ પણ જોડાયો હતો. કર્મચારીઓ દ્રારા વિવિધ માંગણીઓને લઇને બોર્ડ ઓફ ગર્વનન્નસને પણ રજુઆત કરી હતી. તેમ છતાં લાંબા સમયગાળા સુધી કોઇ નિર્ણય લેવાતા નોન ટીચીંગ સ્ટાફ દ્રારા હડતાળ યોજવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની એકમાત્ર નેશનલ ઇન્સ્ટીટયુટ એસવીએનઆઇટી હાલ ઇન્ડીયાની બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજમાં 15 ક્રમે તેમજ બેસ્ટ એનઆઇટીમાં બીજા ક્રમ મેળવ્યો છે. જોકે એનઆઇટીમાં છેલ્લા દોઢ વર્ષથી ઇન્ચાર્જ ડાયરેક્ટર તેમજ રજીસ્ટારથી ગાડું ગબડી રહ્યું છે. જેને કારણે પણ એસવીએનઆઇટીના કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને ત્વરિત ઉકેલ લાવવા માગણી થઈ રહી છે.

વર્ષો જૂની પડતર માંગણી મુદ્દે રોષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો