Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિટી રિપોર્ટર @srt_cb
સિટી રિપોર્ટર @srt_cb
યુનિવર્સિટીનાંમાસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટનાં સેમેસ્ટર 3નાં વિદ્યાર્થીઓનાં બે ગ્રુપ દ્વારા સુરતમાં વધતાં જતાં જુએનાઈલ ક્રાઈમ અને ડ્રગ્સ એડિક્શન વિષય પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવશે. જેમાં માસ કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓ અભિનય કરવા જઇ રહ્યાં છે. સુરતમાં વધતાં જતાં ક્રાઈમને કંઈ રીતે અટકાવી શકાય તે દર્શાવવા માટે સ્ટુડન્ટ્સ ડોક્યુમેન્ટરી બનાવશે. જુએનાઈલ ક્રાઈમ વિષય પર બનાવવામાં આવતી ડોક્યુમેન્ટરી ફિલ્મમાં સુરતમાં 18 વર્ષથી નીચેનાં બાળકો કયાં પ્રકારનાં ક્રાઈમ કરે છે અને શા માટે ક્રાઈમ થાય છે તે વિશેની એક ઘટના પ્રદર્શિત કરવામાં આવશે અને બાળકોને જુએનાઈલ હોમમાં કંઈ રીતની તાલિમ આપવામાં આવે છે તે તમામ બાબતો પર પ્રકાશ પાડવામાં આવશે. ડ્રગ્સ એડિક્શન પર બનાવવામાં આવતી ડોક્યુમેન્ટરીમાં ટીનેર્જસ શા માટે ડ્રગ્સનું સેવન કરે છે તે વિશે એક ઘટના રજૂ કરવામાં આવશે. જેમાં શહેરનાં સાઇકિયાટ્રીસ્ટ દ્વારા ડ્રગ્સ એડિક્શન કંઈ રીતે અટકાવી શકાય તે વિશે જણાવવામાં આવશે.
સોશિયલ એવેરનેસ માટે ડોક્યુમેન્ટરી બનશે