તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કોન્ટ્રાસ્ટ લુક માટે ફ્લાવર્સ બ્રોચ ફેશન આઈકોન જેવા છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્ટ્રાસ્ટ લુક માટે ફ્લાવર્સ બ્રોચ ફેશન આઈકોન જેવા છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

એજ્યુકેશનલકોચ

સુ રતએ ગુજરાતનું પેરિસ કહેવાય છે. સુરત ફેશનમાં પણ પેરિસથી કંઈ કમ નથી. કોઈ પણ નવી ફેશન સુરતનાં યંગસ્ટર્સમાં છવાયા વગર રહી શકે. આજે મારે વાત કરવી છે. સુરતમાં લગ્ન પ્રસંગે અને બીજા નાના મોટા પ્રસંગોમાં વપરાતા રીઅલ ફ્લાવર્સના ટ્રેન્ડ વિશે, રંગબેરંગી ફૂલો કુદરતે આપેલ શણગારની સૌથી સુંદર અને આકર્ષક ભેટ છે. આજકાલ જોવા મળતા રીયલ ફ્લાવર્સનાં ગજરા અને બ્રોેચ વાળમાં અલગ અલગ હેર સ્ટાઈલ સાથે એકદમ નવો લુક આપે છે. યંગ ગર્લ્સમાં તો હેર કલર સાથે મેચ થાય તેવા, કોન્ટ્રાસ્ટ સાથે મેચ થાય તેવા અને કોન્ટ્રાસ્ટ લુક માટે ફ્લાવર્સ બ્રોચ ફેશન આઈકોન જેવા છે. વળી, સૌથી સુંદર તેનો ઉપયોગ તો કોઈ પીઠી લગાવવા બેઠેલી દિલ્હન પુછી જુઓ!! રીઅલ ફ્લાવર્સનાં બનાવેલા પગનાં પાયલથી માંડી માથાના ટીકા સુધીના ઘરેણાં પહેરીને બેઠેલી દુલ્હનને તો જોઈ રહેવાનું મન થાય. સુરતી લગ્નોમાં આજના ટ્રેન્ડ પ્રમાણે પાંચ હજારથી લઈને પંદર હજાર સુધીનાં ફૂલોનાં ઘરેણા સાથે શોભતી દુલ્હન જોવા મળે છે. કેટલીક યંગ ગર્લ્સને તો ફેશન શોના રેમ્પ ઉપર પણ ફ્લાવર બ્રોચ સાથે વાળને નવો લુક આપેલ જોવા મળે છે. ઘરમાં સજાવટ માટે કે મંદિરમાં ભગવાનને માટે તો આપણેે વર્ષોથી સુગંધી ફૂલોનો ઉપયોગ કરીએ છીએ. વૈષ્ણવ હવેલીમાં તો ભગવાનને દરરોજ અલગ અલગ સજાવટની માળાજી ધરાવવાનો રીવાજ છે. ફુલોની સંુદરતાને માણવાની જેટલી મજા છે. એટલી તેને ગોઠવવાની કે ઘરેણા બનાવવાની પ્રક્રિયામાં એક અલગ ક્રિઅેટિવિટી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો