• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મેરિટ વિદ્યાર્થીઓ 4 ‌‌વર્ષથી સ્કોલરશિપથી વંચિત

મેરિટ વિદ્યાર્થીઓ 4 ‌‌વર્ષથી સ્કોલરશિપથી વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સેંકડો વિદ્યાર્થીઓએ દિલ્હી એમએચઆરડી વિભાગને કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બર માસમાં સરકારી તથા ખાનગી શાળાઓમાં ધોરણ 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એન.એમ.એમ.એસ (નેશનલ મીન્સ કમ-મેરિટ સ્કોલરશીપ)ની પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષામાં મેરીટમાં આવતા પ્રત્યેક વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા મહિને 500ના હિસાબે વાર્ષિક રૂા.6000 શિષ્યવૃત્તિ ચાર વર્ષ સુધી આપવાની યોજના છે. જો કે વર્ષ 2012થી આજદિન સુધી એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી નથી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં દર વર્ષે પરીક્ષા આપે છે. જો કે મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને એક પણ વર્ષની શિષ્યવૃતિ નહીં ચૂકવાય હોવાની બૂમો ઉઠી છે.

સમિતિની શાળામાં ગરીબ વર્ગના બાળકો અભ્યાસ કરતા હોય છે ત્યારે ધોરણ 8 પછી વિદ્યાર્થી ધો.12 સુધી આવે ત્યાં સુધી શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે માટે સ્કોલરશીપ આપવી આવશ્યક છે. એન.એમ.એમ.એસની પરીક્ષા દેશભરમાં લેવાય છે ત્યારે અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા એમએચઆરડી ન્યુ દિલ્હીને પણ રજૂઆત કરાઈ છે. પરંતુ કોઇ નિવડો આવ્યો નથી.

દેશભરના એનએનએમએસના લાખો વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત છતાં તંત્ર નિદ્રાધીન

કમનસીબી|વાર્ષિક રૂા. 6 હજાર શિષ્યવૃિત્ત આપવાની યોજના છેલ્લાં 4 વર્ષથી કાગળ પર

સંબંધિત વિભાગને જાણ કરાશે

^મારા ધ્યાન પર આવ્યું છે. થોડા દિવસ અગાઉ શિક્ષણ સમિતિનો ચાર્જ સંભાળ્યો છે. અંગે સંબંધિત વિભાગને જાણ કરીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે. > ગોવિંદકેડિચા, શાસનાધિકારી

તો પરીક્ષા લેવાનો કોઇ અર્થ નથી

^હું 2014માં એનએમએમએસની પરીક્ષામાં 96 માર્કસ સાથે મેરિટમાં આવી હતી. જો કે આજદિન સુધી મારા ખાતામાં એક પણ રૂપિયાની શિષ્યવૃતિ જમા થઇ નથી. શિષ્યવૃતિ આપવી હોય તો પછી પરીક્ષા લેવાનો કોઇ અર્થ નથી, વિદ્યાર્થીઓની મજાક ઉડાવવા સમાન છે. > ઐશ્વર્યાતાયડે, ભૂતપૂર્વવિદ્યાર્થીની, સમિતિ

અન્ય સમાચારો પણ છે...