પત્નીની હત્યામાં પતિને આજીવન કેદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ2015માં ઉમરા વિસ્તારમાં પોતાના પત્નિની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરનાર પતિને આજરોજ કોર્ટે આજીવન કેદની સજા કરી હતી. સાથે આરોપીને 10 હજાર રૂપિયા દંડની રકમ ભરપાઈ કરવાનો આદેશ પણ કોર્ટે કર્યો હતો.

વર્ષ 2015માં વેલેન્ટાઈન સીનેમાની પાછળ રહેતા ચીરાગ પટેલે તેની પત્નિ રેખાની હત્યા કરી હતી. ચીરાગને તેનો સાળો દર મહીને તેના લગ્નનો ખર્ચ કરવા માટે 5000 રૂપિયા જમા કરાવતો હતો. જે 2.50 લાખ જેટલી રકમ ચીરાગ પાસે જમા થઈ ગઈ હતી. વાતથી બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. 30 એપ્રિલ 2015ના રોજ સવારે 7 વાગ્યે પત્નિ રેખાને ગળા ઉપર ઘા કરી મોતને ઘાટ ઉતારી હતી. જેમાં કોર્ટે આજે આજીવન કેદની સજા અને 10 હજાર રૂપિયા દંડની રકમ ભરપાઈના કસુર થયેથી પાંચ માસની સાદી કેદની સજા કરતો હુકમ કર્યો છે. સાથે એક માસની સાદી કેદની સજા અને 200 રૂપિયા નો દંડ અને દંડની રકમ ભરપાઈમાં કસુર થયેથી દિન સાતની સાદી કેદની સજા કરી છે.

અન્ય સમાચારો પણ છે...