• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પકડાયેલો નકસલવાદી સુરતમાં નકસલવાદના પાઠ ભણાવતો હતો

પકડાયેલો નકસલવાદી સુરતમાં નકસલવાદના પાઠ ભણાવતો હતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત રેન્જના આર.આર. સેના તત્કાલીન પોસઈ આર.આર. નિકમે નકસલવાદીઓ સામે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જેમાં કુલ 26 નકસલવાદીઓનાં નામનો ઉલ્લેખ હતો. જેમાંથી 22 અગાઉ પકડાઈ ચૂક્યા છે. છેલ્લી ચાર્જશીટ 2013ના વર્ષમાં થઈ સાથે ગુનામાં કુલ ચાર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.

ચાર નકસલવાદીઓ નાસતા ફરતા હતા તેમાંથી ભટ્ટાચાર્ય અંગેની માહિતી એટીએસને સાંપડી હતી ને તે પકડાયો હતો. ભટ્ટાચાર્ય મૂળ આંધ્રપ્રદેશનો વતની છે. તેના પરિવારજનો કોલકત્તા રહેતા હોવાથી તે ત્યાં રહેતો હતો. છત્તીસગઢના દુર્ગ વિસ્તારમાં તે નકસલી પ્રવૃત્તિ કરતો હતો.

પકડાયેલા ભટ્ટાચાર્યનાં પત્ની સોમાબહેન નાગપુર યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર છે. તો ભટ્ટાચાર્ય પણ સ્નાતક સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે અને ચાર બૂક્સ પણ લખી છે.

ભટ્ટાચાર્યની મુખ્ય ભૂમિકા

^સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં નકસલવાદ પ્રસરાવનારી ટોળકી જે સક્રિય બની હતી તેમાં ભટ્ટાચાર્યની મુખ્ય ભૂમિકા હતી. હાલના તબક્કે તેનો કબજો મળવી તપાસ આગળ ધપાવવામાં આવી છે. ટૂંક સમયમાં વધુ વિગતો જાણી શકાશે. > એસ.કે.વાળા, તપાસનીશઅધિકારી, ડીવાય.એસ.પી.

જિલ્લા પોલીસે તુષાર ભટ્ટાચાર્યનો કબજો લીધો

નકસલવાદીનેતા તુષાર ભટ્ટાચાર્યની ગુજરાત એટીએસએ ધરપકડ કર્યા બાદ બુધવારના રોજ આરોપીનો કબજો સુરત જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના આંતરિયાળ ગામોમાં નકસલવાદી પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના આધારે સુરત જિલ્લા પોલીસ દ્વારા 2010માં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી હતી. ફરાર તુષાર ભટ્ટાચાર્ય ઉર્ફે શ્રીકાંત સૂર્યવંશી ઉર્ફે સાગર ઉર્ફે રઘુ ઉર્ફે શ્યામ ઉર્ફે પ્રકાશ ઉર્ફે એ.એમ.ભારદ્વાજ ઉર્ફે જે. આર. શાહુ હરનાથી ભટ્ટાચાર્ય (રહે-સીરપુર કાગજનગર જિ-અદિલાબાદ, આંધ્રપ્રદેશ)ની ગુજરાત એટીએસે નાગપુરથી ધરપકડ કરી હતી.

પુણામાં એક મહિનો રહી શ્રમિકોને નકસલવાદી બનાવવાની પ્રવૃત્તિ કરતા લોકોનો સંપર્ક કર્યો હતો

દ.ગુજરાતમાં નકસલવાદનો પર્દાફાશ 2010માં થયો હતો

અન્ય સમાચારો પણ છે...