તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જિ. પંચાયતે શુભમ એન્ટરપ્રાઈઝનો કોન્ટ્રાક્ટ સખી મંડળને આપ્યો

જિ. પંચાયતે શુભમ એન્ટરપ્રાઈઝનો કોન્ટ્રાક્ટ સખી મંડળને આપ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જિલ્લાપંચાયત ખાતે આરોગ્ય કેન્દ્રોમાં ચાલી રહેલા શુભમ એન્ટરપ્રાઈઝનો કોન્ટ્રાક્ટ ડીડીઓ દ્રારા રદ કરી દેવામાં આવ્યો છે. હવે કોન્ટ્રાક્ટ સખી મંડળને આપતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વોર્ડ બોય અને આયા તરીકે સેવા આપતા કર્મચારીઓનો પગાર ચુકવશે.

જિલ્લા પંચાયતમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 110 કર્મચારીઓ વોર્ડ બોય અને વોર્ડ આયા તરીકે સેવા આપી રહ્યા છે. જેમનો માસિક પગાર 6000 રુપિયા છે. અત્યાર સુધી તેમના પગારની ચુકવણી શુભમ એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્રારા કરવામાં આવી રહી હતી. પરંતુ તેના દ્રારા દર મહીને કર્મચારીઓના પગાર માંથી ખોટી રીતે 40 ટકા કપાત કરવામાં આવતી હતી.

અંગેની ફરીયાદ જીલ્લા વિકાસ અધિકારીને મળતા તેમને તપાસ કરાવી હતી. એક કર્મચારીનો પગાર 6000 રુપિયા છે. જેમાંથી કોન્ટ્રાક્ટર પ્રોફેસન ટેક્સ, સર્વિસ ટેક્સ, ટીડીએસ એમ વિવિધ પ્રકારની ગણતરી બતાવીને 40 ટકા પગાર કાપી 4000 જેવો પગાર આપતા હતા. જેથી ડીડીઓએ તેનો કોન્ટ્રાક્ટ રદ કરી સખી મંડળને સોંપી દીધુ છે. જેથી કર્મચારીઓના પગારની ચુકવણી હવેથી સખીમંડળ કરશે અને તેમણે પુરેપુરો પગાર મળશે.

અન્ય સમાચારો પણ છે...