તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હવે RTOમાં ફરિયાદો ઓનલાઇન કરી શકાય તેવી સિસ્ટમ શરૂ કરાશે

હવે RTOમાં ફરિયાદો ઓનલાઇન કરી શકાય તેવી સિસ્ટમ શરૂ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

આરટીઓમાંસતત સાંભળવામાં આવતા વિવાદો વચ્ચે આરટીઓ હવે ઓનલાઈન ફરિયાદ માટેની સિસ્ટમ ઉભી કરી રહી છે. જેથી અરજદારો કોઈ પણ પ્રકારની ફરિયાદ આરટીઓની ઈમેલ આઈડી પર કરી શકશે અને આરટીઓ દ્વારા ઇમેલ પર તેમની સમસ્યા સંદર્ભે જવાબ અપાશે.

અંગે આરટીઓના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, આરટીઓમાં રોજના હજારો અરજદારો વિવિધ કામથી આવતા હોય છે. જેમાં ઘણાં અરજદારો ફરિયાદો લઈને આવતા હોય છે. પરંતુ આરટીઓમાં તેઓ આમથી તેમ અટવાતા હોય છે. તેમને ફરિયાદ ક્યાં અને કોણે કરવી તે માટે પણ ધક્કા ખાવા પડતા હોય છે. અવાર નવાર આવતા ફરિયાદીઓ ઘણીવાર ચિડાઈ જતા કર્મચારી સાથે ઘર્ષણ પણ થઈ જતું હોય છે. પરંતુ હવે આરટીઓ દ્વારા માટે નવો વિકલ્પ શોધી લેવામાં આવ્યો છે.

ફરિયાદીને હવે છેક આરટીઓ સુધી આવવાની જરૂર પડશે નહીં. આરટીઓ દ્વારા ઓનલાઈન ફરિયાદ શરૂ કરવામાં આવનાર છે. જેમાં આરટીઓ દ્વારા એક ઇમેલ આઈડી જાહેર કરવામાં આવશે. જેમાં આરસી બુક, લાઇસન્સ, ટેસ્ટ ડ્રાઈવ, નવા લાઇસન્સ સંદર્ભે તમામ પ્રકારની ફરિયાદો ઇમેલ પર કરી શકાશે. આરટીઓ ફરીયાદીને જવાબ ઇમેલના માધ્યમથી રિપ્લાય કરીને આપશે.

RC બુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, ટેસ્ટ ડ્રાઇવ વગેરે માટે કચેરીએ આવતાં ગ્રાહકોની અનેક ફરિયાદોનો અધિકારીઓ ઇ-મેલથી જવાબ અાપશે

સતત વિવાદ સર્જાયા કરતાં તંત્રએ આધુનિક ઉકેલ શોધી કાઢ્યો

આરટીઓ અધિકારી દ્વારા બુધવારે વિવિધ વિભાગોને બોલાવી ખખડાવામાં પણ આવ્યા છે. લોકોની સતત વધી રહેલી ફરિયાદો અંગે તેમણે લોકોના કામ ઝડપી કરવા માટે આદેશ કરાયો છે. બે દિવસમાં દરેક વિભાગને અલગ ઇમેલ આઈડી બનાવી જાહેર કરવા કહ્યું છે. એચએસઆરપી નંબર પ્લેટને લઈને પણ અનેક ફરિયાદો આવી રહી છે. નંબર પ્લેટનો કલર જતો રહેવો, નંબર પ્લેટ વહેલા આવવી, નંબર પ્લેટની હલકી ગુણવત્તા સમેતની ફરિયાદો પણ ઇમેલ પર કરી શકાશે.

કચેરીના દરેક વિભાગોના આઈડી જુદા જુદા હશે

અન્ય સમાચારો પણ છે...