તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 9 કરોડની લોન લઈ કારખાનેદારે 8 ફ્લેટ બારોબાર વેચી માર્યા

9 કરોડની લોન લઈ કારખાનેદારે 8 ફ્લેટ બારોબાર વેચી માર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાર્નનાએક કારખાનેદારે અડાજણના ગાર્ડન વેલી એપાર્ટમેન્ટમાં 13 ફ્લેટ પર 9 કરોડની લોન લઈને બેંકના હપ્તા ભરપાઈ નહીં કરી 8 ફલેટના બીજીવારના દસ્તાવેજો બનાવીને બારોબાર વેચી માર્યા હતા. બેંકના મેનેજરે અંગે ફરિયાદ આપતાં પોલીસે ત્રણ મહિલા સહિત 11 સામે ઠગાઈનો ગુનો દાખલ કરી મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે યાર્નનું કારખાનું ચલાવતા મનોજ ઠાકોરદાસ મે‌વાવાલાએ યાર્નના ડીલર સૌનક કિર્તીકાંત કાપડીયાને યાર્નના માલની 4 કરોડ રકમ આપવાની હતી. જેથી મનોજએ તેની પોતાની પ્રોપર્ટી પર લોન અપાવવાની વાત કરી અડાજણ ખાતે આવેલા ગાર્ડન વેલી એપાર્ટમેન્ટના 13 ફ્લેટને મોર્ગેજ કરી મહીધરપુરાની ધી સુરત પીપલ્સ બેંકમાંથી વર્ષ 2013માં 9 કરોડની લોન લીધી હતી.

લોન લીધા પછી બેંકના હપ્તા ભરપાઈ કરતા હતા.જેના કારણે બેંક મેનેજરે ફ્લેટ પર તપાસ કરતા 8 ફ્લેટ બારોબાર વેચાણ કરી દેવાયા હતા.13 ફ્લેટના ઓરીજનલ દસ્તાવેજો બેંકમાં જમા છે તેમ છતાં 8 ફ્લેટના દસ્તાવેજો ટોળકીએ બનાવી જામીનદાર તરીકે સહીઓ પર કરાવી હતી.એટલુ નહીં મનોજએ ઈન્કમટેક્ષનું બહાનું કાઢીને 13 ફ્લેટના દસ્તાવેજ તેને ત્યાં કામ કરતા કર્મચારી અમિત ઉર્ફ આશીષ નામે કર્યા હતા. મહીધરપુરા પોલીસે સૌનક કિર્તીકાંત કાપડીયા, તેની પત્ની સોનલ કાપડીયા,ભાઈની પત્ની વંદના પાર્થિવ કાપડીયા, મનોજ ઠાકોરદાસ મેવાવાલા, શંશીકાંત ગણપત પટેલ, રમેશ દેસાઈ પટેલ, અમિત ઉર્ફ આશીષ ત્રિકમસોથ, કિર્તિ કાંતિલાલ કાપડીયા, કિશન કાંતિલાલ કાપડીયા તથા અનીલા કિશન કાપડીયાની સામે ગુનો દાખલ કર્યા હતો. જે પૈકી સૌનક કિર્તીકાંત કાપડીયા તથા અમિત ઉર્ફ આશીષ ત્રિકમદાસોથની ધરપકડ કરી હતી.

પોલીસે ત્રણ મહિલા સહિત 11 સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી મુખ્ય સૂત્રધાર સહિત 2ની ધરપકડ કરી

અડાજણના યાર્નના કારખાનેદારનું ભોપાળું ખૂલ્યું

અન્ય સમાચારો પણ છે...