તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંસ્કૃતિના મૂલ્યો વિશે શિબિર યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શ્રીઅઠવાલાઇન્સ જૈન સંઘમાં જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શન વિજયજીની પાવન નિશ્રામાં પ્રવચનધારા ચાલી રહી છે જેમા પંન્યાસ પદ્મદર્શન મહારાજે સંસ્કૃતિના મૂલ્યો વિશે જણાવ્યું હતું કે, પર્યાવરણ અને નારીની રક્ષા થશે તો દેશની આબાદી થશે. આજે પર્યાવરણ સર્વત્ર દુષિત બન્યું છે. જેના કારણે ઋતુચક્રમાં ધરખમ ફેરફારો થવા માંડ્યા છે. પર્યાવરણના પુરસ્કર્તા પ્રભુ મહાવીર દેવના આદર્શો જો વિશ્વ અનાવી લે તો સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમાધિની પ્રાપ્તિ થાય. પેટ્રોલ અને ડીઝલના ધૂમાડાએ વાદળોને વિખેરી નાંખ્યા છે. ટ્રાફિકના ધૂમાડાએ ભયંકર પ્રદુષણ ફેલાવ્યું છે. રોગચાળાએ ડેરા તંબૂ તાણ્યા છે. મલેરિયા અને ડેન્ગ્યુ તો જાણે વીઆઇપી મહેમાન હોય તેમ ઘર-ઘરમાં અને હોસ્પિટલમાં એમની આગતા-સ્વાગતા થઇ રહી છે. પર્યાવરણ ક્ષેત્રે જો કેન્દ્ર સરકાર જાગૃત નહી બનશે તો ભારે હાહાકાર સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...