તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મંદિરનું દબાણ દૂર કરવાના વિરોધમાં કલેક્ટરને રજુઆત

મંદિરનું દબાણ દૂર કરવાના વિરોધમાં કલેક્ટરને રજુઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભટારબ્રેડલાઈનર સર્કલ પાસે આવેલ મહાલક્ષ્મીનું મંદિરના ડિમોલીશનનો વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્રારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે બાબતે બુધવારે કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવે હતી.

કલેક્ટરને આવેદનપત્ર આપતા કહ્યુ કે, નવું ભટાર ખઆતે બ્રેડલાઈનર સર્કલની સામે મહાલક્ષ્મી માતાનું 270 વર્ષ જુનું મંદિર આવેલ છે. મેયરના નવા ભવનનું નિર્માણ કરવાનું હોવાથી મંદિરનું ડિમોલીશન કરવામાં આવનાર છે. એવું અઠવા ઝોનના અધિકારીઓએ કહ્યુ છે. મંદિર હટાવવા માટેની કામગીરી તેઓ જોરજબરજસ્તીથી શરુ કરવાના છે. જેનો સૌ કોઈ વિરોધ કરી રહ્યુ છે. મંદિર ત્યાં રહે અને હજારો શ્રધ્ધાળુઓની ભાવના જળવાઈ રહે તે માટે વિનંતી કરીએ છીએ અને મનપા આમાં કોઈ કાર્યવાહી નહીં કરે એવા પગલા લેવાય એ‌વી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...