તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3000 બાળકો હજુ પણ સ્કૂલબેગથી વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલવાડીના બાળકોની સ્કૂલ બેગની ખરીદી માટે 30 જૂનના રોજ ટેન્ડર નોટીસ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 1 ઓગસ્ટના રોજ બાલવાડી પેટા કમિટીની મીટીંગ મળી હતી. જેમાં મંગલમ પ્રિન્ટર્સ, દેવીરૂપી અને મહેક ઇન્ડસ્ટ્રી એમ કુલ 3 ટેન્ડરો ક્વોલિફાઇ થયા હતા. પરંતુ ટેન્ડરની શરત નંબર 4 અને 27 એમ બંને શરતો વિરોધાભાસી હોવાથી બાલવાડીની પેટા કમિટીમાં ટેન્ડર દફતરે કરવામાં આવ્યું હતું. જેથી રીટેન્ડરીંગની પ્રક્રિયા હાથ ધરાતા આજદિન સુધી 3 હજાર બાળકોને સમયસર સ્કૂલ બેગ મળી નથી. તરફ વિપક્ષના સભ્ય સુરેશ સુહાગીયાએ આક્ષેપ કર્યો છે કે સવાયા ચેરમેન તરીકે ફરતા ભાજપના સભ્ય ચીમન પટેલ દ્વારા માનીતા મંગલમ પ્રિન્ટર્સને સ્કૂલ બેગનો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડરોની શરતોમાં વારંવાર ફેરફાર કરાવી પાલિકામાં મંજૂરી માટે મોકલવાયું હતું. જો કે મનપા દ્વારા ફેરફાર કરવાની મનાઇ કરાતાં સવાયા ચેરમેન દ્વારા ટેન્ડર સ્પેશીફિકેશન અને જરૂરીયાત મુજબના હોય તેવાં સંજોગોમાં ટેન્ડરનાં ભાવો ખોલવામાં આવશે નહીં, તે ટેન્ડર શરતમાંથી દૂર કરવા માટે ભારે ધમપછાડા કરાયા હતા. જેથી ભાજપના સભ્યના અંગત સ્વાર્થથી 3000 ગરીબ બાળકો સ્કૂલ બેગથી વંચિત રહ્યા છે.

માનીતાને ટેન્ડર આપવાની વાત ખોટી

^ટેન્ડરમાંશરત નં 4માં કચેરી દ્વારા ટેસ્ટીંગરીપોર્ટ કરાવવું. ટેસ્ટીંગ રિપોર્ટ આવ્યા બાદ ભાવ ખોલવા અને શરત નંબર 27માં એજન્સીએ ટેસ્ટીંગ રીપોર્ટ સાથે આપવો એમ બંને શરતો હતી. જે બે ટેન્ડર આવ્યા હતા તેમાં બંને ઇજારદારે અલગ અલગ શરત મુજબ ટેન્ડર ભર્યા હતા. કયું ટેન્ડર ખોલવું વિરોધાભાસી હોવાથી ટેન્ડર મુલતવી હતું અને RMC બેમાંથી એક શરત દૂર કરવા મંજૂરી માટે મોકલ્યું હતું. માનીતાને ટેન્ડર આપવાની વાત ખોટી છે. > ચીમનપટેલ, સભ્ય,ભાજપ

સવાયા ચેરમેને માનીતાને કામ આપવા ધમપછાડા કરતાં કામ અટવાયું હોવાનો વિપક્ષનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...