• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હજીરામાં બેંક ઓફ બરોડાના 2 એટીએમ તોડવાનો પ્રયાસ

હજીરામાં બેંક ઓફ બરોડાના 2 એટીએમ તોડવાનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હજીરાગામના સરદાર પટેલ ચોકમાં આવેલા બેંક ઓફ બરોડાનાં બે એટીએમ મશીન તોડવાનો એક યુવાને પ્રયાસ કર્યો હતો. એક કેબિનમાં રહેલા બે મશીનો તોડવામાં યુવાનને નિષ્ફળતા સાંપડી હતી. તા. 7મીએ રાત્રે સવા 12 વાગ્યે એક યુવાને કોદાળીથી બંને મશીનો તોડવાનો પ્રયાસ કર્યો હતો.ત્યાં લગાવેલા સીસી કેમેરામાં તમામ ઘટના કેદ થઈ છે. જેમાં સતત દોઢ કલાક સુધી યુવાને કોદાળીથી મશીન તોડવાનો પ્રયત્ન કર્યો હતો. રાત્રે પોણા બે વાગ્યા સુધી યુવાન કેબિનમાં રહ્યો હતો. ત્યાર બાદ હથિયાર હેઠા મૂકી દીધાં હતા ને તે જતો રહ્યો હતો. વધુ તપાસ પોઈ કે.જી. લીંબાચિયા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...