વિનોબાભાવે કોલેજના 24 મતદારોનાં નામ રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વીએનએસજીયુમાંઆંતરિક રાજકારણ રમાવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે સીલવાસાની વિનોબાભાવે સરકારી નર્સિંગ કોલેજની નર્મદ યુનિવર્સિટીની માન્યતા ધરાવતી હોવાથી મેડિકલ ફેકલ્ટિમાંથી 24 મતદારોનાં નામ રદ કરાતા વિવાદ છંછેડાયો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા આંતરીક રાજકારણમાં મતો મેળવવા કે પછી રદ કરાવવા માટે ધમપછાડા કરાઇ રહ્યા છે. બહાર આવેલી અેક વિગત મુજબ વીએનએસજીયુ દ્વારા ગત 5 જૂલાઇએ જાહેર કરેલી મતદાર યાદીમાં સીલવાસાની વિનોબાભાવે ગર્વમેન્ટ નર્સિગ કોલેજમાં ફરજ બજાવતા 24 જેટલા શિક્ષકોનાં નામ મતદારયાદીમાં પ્રસિધ્ધ કરાયા હતા. તબીબી વિદ્યાશાખાનાં શિક્ષકોનાં મતદાર વિભાગનાં કુલ મતદારોની સંખ્યા 635 જાહેર કરાઇ હતી. મતદાનને હવે ગણતરીનાં 3 દિવસ બાકી રહ્યા છે ત્યારે વિનોબાભાવે કોલેજ વીએનએસજી યુનિવર્સિટીની માન્યતા ધરાવતી હોવાથી મતદારોના નામ યાદીમાંથી રદ કરાયાની ચર્ચા ઉઠી છે. અંગે મેડીકલ ફેકલ્ટીનાં ઉમેદવાર વિપુલ ચૌધરીએ અંગે યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...