• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બહેનના ઘરે સુરતથી આવેલો ભાઇ રહસ્યમયી રીતે ગુમ

બહેનના ઘરે સુરતથી આવેલો ભાઇ રહસ્યમયી રીતે ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત સરથાણાના રહેવાસી અને કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરતો કૌશિક છગનભાઇ દૂધાત(25) રક્ષાબંધનના દિવસે સાંજે સુરતથી બસમાં બેસીને અમદાવાદ આવ્યો હતો. મંગળવારે વહેલી સવારે કૌશિક અમદાવાદ ઉતરીને વસ્ત્રાપુરમાં રહેતી બહેનનાં ઘરે ગયો હતો. ત્યાંથી સવારે 10.45 વાગ્યે બનેવી સુમિત સુતરિયા સાથે ગાડીમાં નીકળ્યો હતો.

સુમિતભાઇને તેમની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર જવાનું હતું જ્યારે કૌશિકને તેના મિત્રોને મળવા જવાનું હતું. જેથી સુમિતભાઇએ કૌશિકને સવારે 11.00 વાગ્યે પકવાન ચાર રસ્તા ઉતાર્યા હતા અને તેઓ સિંધુ ભવન વાળા રોડ ઉપર ગાડી લઇને જતા રહ્યા હતા. ત્યારબાદ કૌશિક ઘરે પાછો આવ્યો હતો. જેથી અંગે સુમિતભાઇએ તપાસ કરતા કૌશિક સુરત પણ પહોંચ્યો હતો.જેથી તેના ભાઇ યોગેશને જાણ કરતા તેઓ સુરતથી આવી પહોંચ્યા હતા અને અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પકવાન ચાર રસ્તાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. પરંતુ કૌશિક ક્યાંય દેખાતો નથી. જ્યારે કૌશિકનો મોબાઈલ ફોન સવારે 11.30 વાગ્યે સરખેજ ઉજાલા સર્કલ ખાતે બંધ થયો હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...