બે રાહદારીને ચપ્પુ મારી મોબાઇલ લૂંટી લેવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઇક પર આવેલા 3 ગુનેગારોએ લૂંટ ચલાવી પણ પોલીસ વેન ગાયબ

અડાજણમાં ગુનેગારો બન્યા બેખોફ

હજીરાની એક કંપનીમાં ફરજ બજાવતા રાજુભાઈ બુધવારે રાત્રે 1 વાગ્યે પોતાની મોપેડ લઈ એલ.પી. સવાણી રોડ પર પરફોર્મિંગ આર્ટ સેન્ટર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બાઈક પર આવેલા ત્રણ અજાણ્ય યુવાનોએ મોટો ધારદાર છરો બતાવ્યો હતો. જેથી રાજુભાઈએ સ્પીડ વધારી તેમાં તેનું મોપેડ સ્લીપ થઈ ગયું હતું. તે જમીનદોસ્ત થયા તે સમયે ત્રણમાંથી એક યુવાન રૂ. 30 હજારની કિંમતની મોપેડ લૂંટી રવાના થઈ ગયો હતો. ત્યાંથી થોડે દૂર પાલનપુર જકાતનાકા તરફ જતા ગુનેગારોને બે રાહદારીઓ મળ્યા હતા. જે બન્નેને ચપ્પુ વડે ઈજા કરી બન્ને પાસેથી મોબાઈલ લૂંટી લીધા હતા. રીતે માત્ર પંદર મિનિટમાં લૂંટના ત્રણ ગુનાને અંજામ આપી ત્રણેય ગુનેગારો અંધારામાં ઓગળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...