• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્ટેમ્પના કાળાબજારમાં બે વેન્ડરોનાં લાઇસન્સ સસ્પેન્ડ

સ્ટેમ્પના કાળાબજારમાં બે વેન્ડરોનાં લાઇસન્સ સસ્પેન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુમાળી ખાતે મોટી સંખ્યામાં વેન્ડરો સ્ટેમ્પની કાળાબજારી કરે છે. મામલે ‘દિવ્ય ભાસ્કર’માં સ્ટિંગ ઓપરેશન છપાયું હતું. જેના બે દિવસ પછી સિટી પ્રાંત અધિકારીએ તલાટીઓની ટીમ બનાવી બહુમાળી ખાતે છાપો મારી સ્ટેમ્પ વેન્ડરોને કાળાબજારી કરતા ઝડપી લીધા હતા. જ્યાં સ્ટેમ્પ વેન્ડરોના સ્ટેમ્પ વકીલના નામે ટાઇપ રાઇટર વહેંચી રહ્યા હતા. 20 રૂપિયાનો સ્ટેમ્પ 30 રૂપિયામાં અને 100 રૂપિયાનો સ્ટેમ્પ 120 રૂપિયામાં વહેંચી રહ્યા હતા. જેમાં બે સ્ટેમ્પ વેન્ડર અંકિતાબેન મારકણા(રહે, મેઘાણી ટાવર, દિલ્હીગેટ) અને હિમાંશુભાઈ ગાંધી(રહે, 5-466, કલયુગ મહોલ્લો, જરિપુરા)ને નોટિસ આપી જવાબ માટે બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન તેઓ પ્રાંત અધિકારી સમક્ષ યોગ્ય અને સંતોષજનક જવાબ નહીં આપતા તેમના લાઇસન્સ નંબર 14/2017 અને 9/98 રદ કરવામાં આવ્યા છે.

8 અને 13 જુલાઈએ ડીબી સ્ટારમાં પ્રસિદ્ધ અહેવાલ.

સિટી પ્રાંત અધિકારીની ટીમે મહિના પહેલાં બહુમાળીમાં છાપો મારી ઝડપી પાડ્યા હતા

દિવ્ય ભાસ્કરના સ્ટિંગ બાદ તંત્રનો વધુ એક સપાટો

અન્ય સમાચારો પણ છે...