ઊન તળાવની ફરતે રસ્તો બનાવાતાં દીવાલ નમી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાએ ઊન તળાવનું લોકાર્પણ ડિસેમ્બર 2016માં કર્યું હતું. પહેલાં પાલિકાએ તળાવની ફરતે બનાવેલી દીવાલ પૈકી અડધા ઉપરાંતની દીવાલ નમી ગઇ છે. દીવાલને બનાવવા માટે પાલિકાએ અંદાજિત 60 લાખનો ખર્ચ નક્કી કરીને એજન્સી પાસે ઓફર મંગાવી હતી. તેમાં એજન્સીએ 71 લાખની ઓફર પાલિકાને આપી હતી. પરંતુ કમિશનરને ઊન તળાવની ફરતે દીવાલ બનાવ્યાને બે વર્ષ જેટલો સમય થયો હોવાનું ધ્યાને આવતા દીવાલ બનાવવાનું કામ અટકાવીને સમગ્ર પ્રકરણની વિજિલન્સ તપાસ સોંપી છે. ગુરુવારે સ્થળ મુલાકાત લેતાં અડધા ઉપરાંતના ભાગે દીવાલ નમી ગયેલી હતી તેમજ દીવાલ બનાવ્યા બાદ ઊન તળાવની ફરતે રસ્તો નવો બનાવવામાં આવ્યો છે. રસ્તો બનાવતી વખતે દીવાલ નમી પડી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જ્યારે સ્ટ્રક્ચરલ વિભાગના જાણકારોએ જણાવ્યું હતું કે જો દીવાલ બનાવતી વખતે જમીનના નીચેના ભાગનું ફાઉન્ડેશન યોગ્ય હોય તો આવી સ્થિતિ સર્જાય છે.

બાંધકામમાં વેઠ ઉતારાતાં ઊન ખાતે આવેલા તળાવ પાસેની દીવાલ નમી પડી હતી.

ફાઉન્ડેશનમાં વેઠ હતી, નવેસરથી દીવાલ બનાવતા પહેલાં વિજિલન્સ તપાસ કરાવાશે

કટકી ખાવા માટે હલકું મટિરિયલ વાપર્યું?

દીવાલબનાવતી વખતે અધિકારીઓ અને કર્મચારીઓને કટકી આપવા કોન્ટ્રાકટરે હલકું મટિરિયલ્સ વાપર્યું હોવાથી પણ દીવાલ નમી પડ્યાની ચર્ચા ચાલી છે.

કટકીનો ખેલ | 1 વર્ષમાં બાંધકામ કડડભૂસ

અન્ય સમાચારો પણ છે...