માર્કેટના વેપારીએ સવા કરોડની છેતરપિંડી કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનારીંગરોડ પર ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીએ અશ્વિનીકુમાર રોડ પર ભગવત કોમ્પ્લેક્સમાં રહેતા પિયુષ બોધરા પાસે એમ્બ્રોઇડરીનું જોબવર્કના સવા કરોડની રકમ પાંચ જેટલા વેપારીઓની ચાંઉ કરી જતાં સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે વેપારીઓ સામે ગુનો નોંધ્યો હતો.

સલાબતપુરા પોલીસ મથકના પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વરાછા અશ્વીનીકુમાર રોડ પર ભગવત કોમ્પ્લેક્સમાં રહેતા પિયુષ શૈલેષ બોધરા સાડી જેાબવર્કનું કામ કરે છે. કાપડ દલાલ અશોક જયરામ વિરાણી મારફતે રીંગરોડની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી અબ્દુલ રહીમ અબ્દુલ ઝવેરીએ પાંચ જેટલા વેપારીઓ પાસેથી સાડીઓમાં એમ્બોઈડરીનું જેાબવર્ક કરાવીને રૂ.1.14 કરોડની રકમ આપી હતી. કરોડોની રકમ બાબતે વેપારીઓ તેની દુકાને અને ઘરે ઉઘરાણી કરતા છેવટે તેણે દુકાન બંધ કરી દલાલ સાથે ફરાર થયો હતો. સલાબતપુરા પોલીસે મામલે વેપારી પિયુશ બોધરા ઉપરાંત રાજેશ માણીયા, પરેશ તેજાણી, પ્રવિણ ભાયાણી, મહેશ પટોળીયા પાસેથી એમ્બોઈડરીનું જેાબવર્ક કરાવીને રૂપિયા 1.14 કરોડની રકમ ચાંઉ કરી લીધી હતી. સલાબતપુરા પોલીસે મામલે વેપારીની ફરિયાદ લઈને વેપારી અબ્દુલ રહીમ અબ્દુલ અજીજ ઝવેરી તથા કાપડ દલાલ અશોક જયરામ વિરાણીની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...