• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચાર રસ્તા પર પ્રગટાવેલી હોળી પાસે પૂજા કરવાથી વિશેષ લાભ

ચાર રસ્તા પર પ્રગટાવેલી હોળી પાસે પૂજા કરવાથી વિશેષ લાભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ રસ્તા અથવા જ્યાં રસ્તો પૂર્ણ થતો હોય ત્યાં હોળી પ્રગટાવવી અશુભ

અંગે માહિતી આપતાં જ્યોતિષાચાર્ય ડૉ.કર્દમ દવેએ જણાવ્યું કે, શાસ્ત્રોક પ્રમાણે હોળી પ્રગટાવવા પાછળનુ ધાર્મિક મહત્વ છે તેટલું સાયન્ટીફિક મહત્વ પણ રહેવું છે. પૂર્વના સમયમાં લોકો ખુલ્લા મેદાનમાં હોળી પ્રગટાવતા એટલા માટે કેમકે ત્યાં તમામ 10 દિશા પડતી હોય છે. હાલના સમયમાં જોવા જઇએ તો ઘણી જગ્યાએ ત્રણ રસ્તા,બે રસ્તા અથવા બંધિયાર જગ્યા હોય ત્યાં હોળી પ્રગટાવતા હોય છે. ત્યાં હોળી પ્રગટાવવી પણ જોઇએ અને જો પ્રગટાવી હોય તો ત્યાં પૂજા કરવાથી બચવું જોઇએ. બને ત્યાં સુધી જ્યાં ચારરસ્તા ત્યાં જો હોળી પ્રગટાવી હોય તો ત્યાં પૂજા કરવી જોઇએ. તેની પાછળનું કારણ એછેકે, ચાર રસ્તા પર ચારેય મુખ્ય દિશા પસાર થતી હોય છે જેથી હોળી પ્રગટાવવા દરમિયાન લોકો જે પૂજા કરે છે તેમા કેટલાક ઘરમાંથી કંકાશ દુર થાય તેના માટે પ્રાર્થના અને બીજા લોકો સુખદાયી જીવન માટે પ્રાર્થના કરે છે. જેથી ચારેયદીશામાં તે કન્વર્ટ થઇ જાય છે. જો ત્રણ રસ્તા અથવા બંધિયાર જગ્યા આસપાસ હોળી પ્રગટાવાય તો તેની નેગેટીવ અેનર્જી ત્રણ રસ્તાની આસપાસના ત્રણ ઘર સુધી પહોંચી જાય છે અને ત્યાં નિર્દયતા સહિત જાનહાની સુધીનો પણ ખતરો પણ મંડાય છે. હોળી પ્રગટાવવા દરમિયાન અસંખ્ય પ્રમાણમાં પોઝિટીવ અને નેગેટીવ એનર્જી ઉભી થાય છે. માટે જ્યાં સુધી ચાર રસ્તા પાસે હોળી પ્રગટાવી હોય ત્યાં પૂજા કરવાથી તમામ લાભ થાય છે.

સોસાયટીના કોમન પ્લોટ પર પ્રગટાવી શકાય

વધુમાં હોળી એવી જગ્યાએ પણ પ્રગટાવી શકાય જેમકે સોસાયટીનો કોમન પ્લોટ હોય કેમકે કોમન પ્લોટમાં સોસાયટીના તમામ સભ્યોનું અનુદાન હોય છે જેથી હોળી પ્રગટાવવા દરમિયાન ઉભી થતી પોઝિટિવ એનર્જીનો લાભ તમામ સભ્યોને અવશ્ય મળે છે.

અન્ય સમાચારો પણ છે...