ઇસ્કોન મંદિર ખાતે 5000 ભક્તો માટે ફરાળી પ્રસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંધ્યાટાળે પટાંગણમાં હોળી પ્રગટાવાશે

અંગે માહિતી આપતાં હરિભક્ત દિલીપભાઇ કાતીરેએ જણાવ્યું કે, ઇસ્કોન મંદિર ખાતે વર્ષમાં અષાઢી બીજ,ગોકુળ આઠમ અને હોળી-ધૂળેટી ઉપરાંત અન્ય પર્વોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. રવિવારે હોળી તેમજ સોમવારે ધૂળેટી પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હોળી-ધૂળેટી પર્વની આગવી ઉજવણી કરવા માટે ઇસ્કોન મંદિર અને હરિભક્તો જાણીતા છે. ઇસ્કોન સુરતના પ્રમુખ પૂજ્ય વૃંદાવન પ્રભુની નિશ્રામાં બલરામ કથાનું પણ આયોજન કરાયું છે. જેમા પણ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાશે. ઉપરાંત ભગવાનજી પર અર્પિત થનાર ફૂલો પણ બહારથી મંગાવવામાં આવ્યા છે. ઉપરાંત ભગવાનજી પર અર્પિત થનાર ફૂલો પણ બહારથી મંગાવવામાં આવ્યા છે. ઇસ્કોન મંદિરની અન્ય શાખાઓમાંથી પણ હરિભક્તો તેમજ સંતો તેમજ સન્યાસીઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહેશે. ઉપરાંત વહેલી સવારે પ્રભુજીની આરતીનું પણ આયોજન કરાયું છે જેમા હરિભક્તોની હકડેઠઠ ભીડ જોવા મળશે.

સુરતમાં થોડા વર્ષોની અંદર થયેલી હરિનામ દીક્ષાના દીક્ષીતો પણ અહીં કીર્તન અને ભજનની ધબડાટી બોલાવશે. ઉપરાંત હરિભક્તો પણ 24 કલાક સુધી સતત ચાલનારા કીર્તનમાં અલગ-અલગ ભજનોની પ્રસ્તુતી કરશે. હરિભક્તો સતત મંદિર પ્રાંગણમાં ગોળ-ગોળ ફરીને કીર્તન કરશે.

અન્ય સમાચારો પણ છે...