• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ગુજરાતની યુનિવર્સિટીઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ

સુરત |ગુજરાતની યુનિવર્સિટીઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ગુજરાતની યુનિવર્સિટીઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે હવે કોમન મેરિ લિસ્ટ જાહેર કરવામાં આવશે.જેને લઈ સુરતના વિદ્યાર્થીઓના સાર માર્કસ આ‌વતા તેમને સારી કોલેજમાં એડમિશ મળશે અને ઓછા માર્ક્સ આવે તો તેમણે ગુજરાતના કોઈ પણ ખૂણે જવાની તૈયારી રાખવી પડશે.મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મેમ્બર મહેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષથી વિદ્યાર્થીઓની માંગ હતી કે રાજ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએટનું એડમિશન પ્રક્રિયા એક કરવામાં આવે અને કોમન મેરિટ લિસ્ટ જાહેર કરી તેને ધારે રાજ્યની પોસ્ટ ગ્રેજ્યુએટની કોલેજમાં એડમિશન આપવામાં આવે. આવી માંગને જોતા એમસીઆઈએ 9 માર્ચે કેન્દ્ર સરકાર અંગે રજૂઆત ભર્યો પત્ર લખ્યો હતો. કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓનું હિત અને એમસીઆઈની રજૂઆત જોતા તેમના દ્વારા રાજ્યની દરેક યુનિવર્સિટીઓ માટે કોમન એડમિશન સાથે એક મેરિટ લિસ્ટ બહાર પડાશે તેવો આદેશ કર્યો છે. આદેશ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓને પણ લાગુ પડ્યો છે અને તેનો અમલ નવા શૈક્ષણિક વર્ષ 2017-18થી કરવામાં આવશે છે.

રાજ્યમાં PG એડમિશન માટે એક મેરિટ લિસ્ટ જાહેર કરાશે

અન્ય સમાચારો પણ છે...