બે દિવસ પછી ગરમીનો પારો વધવાની આગાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંછેલ્લા બે દિવસથી વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી છે. જેણે કારણે શહેરીજનોને રાહત મળી રહી છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર રાહત હવે ગણતરીના કલાકો માટે છે. આગામી બે દિવસ પછી તાપમાનનો પારો સતત વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી ગરમીમાં વધારો થવાથી લોકોને સુર્યનારાયણના તાપને સહન કરવો પડશે.

છેલ્લા 24 કલાકમાં પવનોની પેટર્નમાં સતત બદલાવ જોવા મળ્યો છે. પશ્ચિમ-દક્ષિણ અને ફરી પશ્ચિમના પવનો ફુંકાઈ રહ્યા હતા. જેણે કારણે રાતનું તાપમાન ઘટ્યુ હતું. જ્યારે દિવસના તાપમાનમાં નહીવત વધારો નોંધાયો છે. દિવસ દરમિયાન 5 કિલોમીટરની ઝડપે પવનો ફુંકાયા છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયુ છે. બે દિવસ પછી તાપમાનનો પારો ફરી 37 ડિગ્રીને પાર કરે એવી સંભાવના છે. હવામાન વિભાગે માર્ચ મહીનાના અંત સુધીમાં તાપમાન 39 ડિગ્રી સુધી જાય એવી આગાહી પણ કરી છે.

રીતેતાપમાન માપવામાં આવે છે

તાપમાનમાપવા માટે ચાર થર્મોમીટર મુકવામાં આવેલ હોય છે. જેમાં દરેક થર્મોમીટર પર અલગ રીતે તાપમાન માપવામાં આવે છે. એક ડ્રાયબલ થર્મોમીટર જેમાં કરંટ તાપમાન માપવામાં આવે છે. બીજું વેઈટ બલ્બ થર્મોમીટર જેમાં ભેજનું પ્રમાણ માપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...