તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડિંડોલીમાં યોજાનારા શૈક્ષણિક પ્રદર્શનથી સમિતિના શિક્ષકોમાં રોષ

ડિંડોલીમાં યોજાનારા શૈક્ષણિક પ્રદર્શનથી સમિતિના શિક્ષકોમાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાપાલિકાસંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 4 ઓક્ટોબરે યોજાનારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું છેક ડિંડોલીમાં આયોજન કરાતાં શિક્ષકોમાં અંદરો અંદર રોષ ફેલાયો છે. મુદ્દે ગુરુવારે શિક્ષક સંઘે શાસનાધિકારીને પ્રદર્શનનું સ્થળ મધ્યમમાં રાખવા રજૂઆત કરી હતી.

શિક્ષણ સમિતિએ 4-5 ઓક્ટોબરે ડિંડોલીના ઇશ્વરપુરાની શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું છે. છેલ્લા બે વર્ષથી પ્રદર્શન મજૂરા ગેટ સ્થિત ચિલ્ડ્રન પાર્ક ખાતે યોજાતં હતું. જો કે વર્ષે છેક ગામના નાકે ડિંડોલીમાં આયોજન કરાતાં શિક્ષકોમાં ભારે કચવાટ સર્જાયો છે. પ્રદર્શન શહેરની મધ્યમાં યોજાય તો શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને છેક ડિંડોલી સુધી લાંબા થવું નહિ પડે. બાબતે નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શહેરની મધ્યમાં પ્રદર્શન યોજવા શાસનાધિકારીને રજૂઆત કરી હતી.

શહેરની મધ્યનું સ્થળ પસંદ કરવા શાસનાધિકારીને શિક્ષક સંઘની રજૂઆત

^ 5 સપ્ટેમ્બરે સમિતિમાં શિક્ષક દિનની ઉજવાયો હતો, જેમાં ઉચ્ચતર પગાર ધોરણ, ગણવેશ સહિતના મુદ્દે શિક્ષકોએ કાળીપટ્ટી બાંધીને વિરોધ કરતાં ભારે હંગામો થયો હતો. જેથી તેનો બદલો લેવા માટે ડિંડોલીમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું છે. > રમેશપરમાર, પ્રમુખ,શિક્ષક સંઘ

શિક્ષક દિને શિક્ષકોએ વિરોધ કર્યો હતો તેનો બદલો લેવા આવું વિચિત્ર આયોજન કરવામાં આવ્યું છે

અન્ય સમાચારો પણ છે...