તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પીઓકે ખાતે લશ્કર દ્વારા કરાયેલા સર્જીકલ સ્ટ્રાઈક બાદ બન્ને

સુરત |પીઓકે ખાતે લશ્કર દ્વારા કરાયેલા સર્જીકલ સ્ટ્રાઈક બાદ બન્ને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પીઓકે ખાતે લશ્કર દ્વારા કરાયેલા સર્જીકલ સ્ટ્રાઈક બાદ બન્ને દેશોમાં તનાવની પરીસ્થીતી સર્જાઈ છે ત્યારે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. જેને પગલે સુરત શહેરમાં પણ પોલીસ કમિશનર દ્વારા ગ્રીન એલર્ટ જાહેર કરવાની સાથે તમામ અધિકારીઓને જે તે વિસ્તારના પોઈન્ટ પર હાજર રહેવાની સુચના આપવામાં આવી હતી. મંગળવારે મોડી રાત્રે ભારતીય સેના દ્વારા પીઓકેમાં ઘુસીને આંતકીઓના 7 જેટલા કેમ્પ ધ્વસ્ત કરી દેવાયા હતા અને આંતકીઓને ઢેર કરી દીધા હતા. સેના દ્વારા રાત્રે પાર પાડવામાં આવેલા ઓપરેશનની સવારે સત્તાવાર જાહેરાત કરાયા બાદ બન્ને બન્ને દેશો વચ્ચે તનાવપુર્ણ સ્થીતી ઉભી થઈ છે. ત્યારે આવા સંજોગોમાં દેશ વિરોધી તત્વો દ્વારા કોઈ અનીચ્છનીય ઘટનાને અંજામ આપવામાં આવે તેવી આશંકાને પગલે તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગ્રીન એલર્ટ જાહેક કરવામાં આવ્યુ હતુ અને તમામ અધિકારીઓને જે તે વિસ્તારના પોઈન્ટ પર હાજર રહેવા માટે સુચના આપાતા શહેર પોલીસ દ્વારા તમામ પોઈન્ટ પર કડક ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યુ હતુ.

સાવચેતી | સરહદ પર સર્જીકલ સ્ટ્રાઈકને પગલે શહેરમાં ગ્રીન એલર્ટ

અન્ય સમાચારો પણ છે...