તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં ARMની જગ્યાએ સ્ટેશન ડાયરેક્ટર આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સુરતરેલવે સ્ટેશને નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે રેલવેના અધિકારીઓએ પશ્ચિમ રેલવેની હેડ ઓફિસે મુંબઈ જવું પડતું હતું. જો કે, હવે પશ્ચિમ રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન પર સ્ટેશન ડાયરેક્ટરની પોસ્ટ ફાળવાઈ છે.

પહેલા સુરત રેલવે એઆરએમ તરીકે એસ કે યાદવ હતા. પશ્ચિમ રેલવે દ્વારા તેમની કામગીરીને પગલે થોડા સમય પહેલા બઢતી આપી પશ્ચિમ રેલવેની હેડ ઓફિસમાં Dep. C.O.M (કોચીંગ) નિમણૂક કરાઈ છે. સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓની અવર જવર વધુ હોય છે. ઘણી વખત સ્ટેશન કોઈ સમસ્યા સર્જાય કે તત્કાલ નિર્ણય જોઈ તો હોય તો સુરત રેલવે અધિકારીઓએ એઆરએમને જાણ કરવી પડતી હતી. જેઓ સમસ્યા લઈ મુંબઈ જતા અને ત્યાં મિટિંગ કરી સમસ્યાનો નિર્ણયને લાવતા હતા. દરમિયાન ગુરૂવારનાં રોજ એઆરઓ તરીકે સી. આર. ગરુડાની નિમણૂક કરાઈ છે. જેઓ પહેલા નંદુરબાર સ્ટેશન પર એએમઓ તરીકે ફરજ બજાવતા હતા. પશ્ચિમ રેલવે દ્વારા સ્ટેશન ડાયરેક્ટરની પોસ્ટ ફળવાઈ છે. ડાયરેક્ટરની નિમણૂક કરાઈ નથી. ડાયરેક્ટરના તાબા હેથળ એઆરઓ, એઈએન અને એએમઈ એમ ત્રણ પોસ્ટ ફળવાઈ છે.

સુરતના ARO પદે C.R. ગુરુડાની નિમણૂક

અન્ય સમાચારો પણ છે...